________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૦૯
ગાથાર્થ– ટીકાર્થ— પ્રશ્ન- જો ભગવતી સૂત્રમાં અનુમતિનો નિષેધ કર્યો નથી તો પછી પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં “તુવિદ્ તિવિષેમાં પદમ૩” ઇત્યાદિ વચનથી અનુમતિનો નિષેધ કેમ કર્યો ?
ઉત્તર– નિર્યુક્તિમાં સ્વવિષયમાં અનુમતિનો નિષેધ કર્યો છે, અર્થાત્ જ્યાં અનુમતિ છે (=અનુમતિનો સંભવ છે) ત્યાં અનુમતિનો નિષેધ કર્યો છે. અથવા સામાન્ય પ્રત્યાખ્યાનમાં નિષેધ કર્યો છે. સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું ઇત્યાદિ વિશેષ પ્રત્યાખ્યાનમાં નિષેધ કર્યો નથી. આથી વિશેષ પ્રત્યાખ્યાન ત્રિવિધ-ત્રિવિધથી કરે તેમાં શો દોષ છે ? અર્થાત્ કોઇ દોષ નથી. (૩૩૪)
परिहारान्तरमाह—
पुत्ताइसंतइनिमित्तमित्तमेगारसिं पवन्नस्स ।
जंपंति केइ गिहिणो, दिक्खाभिमुहस्स तिविहं पि ॥ ३३५ ॥ [ पुत्रादिसन्ततिनिमित्तमात्रम् एकादशीं प्रपन्नस्य ।
जल्पन्ति केचन गृहिणो दीक्षाभिमुखस्य त्रिविधमपि ॥ ३३५ ॥]
पुत्रादिसन्ततिनिमित्तमात्रं प्रव्रजितोऽस्य पितेत्येवं विज्ञाय परिभवन्ति केचन तत्सुतमप्रव्रजिते तु न । एतावद्भिश्चाहोभिरसौ मानुषीभवत्येवेति तत ऊर्ध्वं गुणमुपलभ्य एतन्निमित्तं प्रविव्रजिषुरपि कश्चित्पर्यन्तवर्तिनीमुपासकप्रतिमां प्रतिपद्यत इति तदाह - एकादशीं प्रपन्नस्य श्रवणभूताभिधानामुपासकप्रतिमामाश्रितस्य जल्पन्ति केचन गृहिणो दीक्षाभिमुखस्य त्रिविधमपि પ્રત્યાહ્યાનમિતિ ॥ ૩ ॥
ઉક્ત પ્રશ્નનું બીજી રીતે નિરાકરણ કરે છે—
ગાથાર્થ— દીક્ષાભિમુખ થયો હોવા છતાં પુત્રાદિ સંતતિનિમિત્તે અગિયારમી પ્રતિમાને સ્વીકારનાર શ્રાવકને ત્રિવિધ પણ પ્રત્યાખ્યાન હોય એમ કોઇ કહે છે.
ટીકાર્થ– આના પિતાએ દીક્ષા લીધી છે એમ જાણીને કોઇ તેના પુત્રનો પરાભવ કરે. પણ દીક્ષા ન લીધી હોય તો પરાભવ ન કરે. આથી પિતા વિચારે કે આટલા દિવસોથી પુત્ર સમર્થ થઇ જ જાય. આમ વિચાર્યા પછી લાભ જોઇને દીક્ષા લેવાની ભાવનાવાળો હોવા છતાં પુત્ર નિમિત્તે દીક્ષા ન લે અને શ્રાવકની છેલ્લી અગિયારમી શ્રમણભૂત નામની