________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૧૦ પ્રતિમાને સ્વીકારે. આ પ્રમાણે દીક્ષાભિમુખ થયો હોવા છતાં પુત્રાદિના નિમિત્તે અગિયારમી પ્રતિમાને સ્વીકારનારા શ્રાવકને ત્રિવિધ પણ પ્રત્યાખ્યાન હોય એમ કોઈ કહે છે. (૩૩૫)
आह कहं पुण मणसा, करणं कारावणं अणुमई य । जह वइतणुजोगेहि, करणाई तह भवे मणसा ॥ ३३६ ॥ [आह कथं पुनर्मनसा करणं कारणं अनुमतिश्च ।। यथा वाक्तनुयोगाभ्यां करणादयः तथा भवेत् मनसा ॥ ३३६ ॥]
आह चोदकः कथं पुनर्मनसा करणं कारणमनुमतिश्चान्तापारत्वेन परैरनुपलक्ष्यमाणत्वादनुपपत्तिरित्यभिप्रायः । गुरुराह- यथा वाक्तनुयोगाभ्यां करणादयः करणकारणानुमोदनानि तथा भवेद् मनसापीति ॥ ३३६ ॥
ગાથાર્થ– પ્રશ્ન- મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે થાય? કારણ કે મન આંતરિક વ્યાપાર રૂપ હોવાથી બીજાઓ વડે જાણી શકાતું ન હોવાથી મનથી કરવું-કરાવવું-અનુમોદન ઘટી શકતું નથી.
ઉત્તર- જેવી રીતે વચનથી અને શરીરથી કરવું-કરાવવું-અનુમોદન થાય છે તેવી રીતે મનથી પણ કરવું-કરાવવું-અનુમોદન થાય છે. (૩૩૬)
૧. અગિયારમી પ્રતિમા– અસ્ત્રાથી કે લોચથી મસ્તક મુંડાવી, રજોહરણ, પાત્ર વગેરે
સાધુનાં સઘળાં ઉપકરણો લઇ, ઘરમાથી નીકળીને માત્ર મનથી નહિ, કિંતુ કાયાથી પણ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રધર્મનું પાલન કરતો એથી જ સાધુ જેવો બનેલો તે સાધુની જેમ ગામાદિમાં વિચરે. (૩૫)
મમત્વભાવનો સર્વથા અભાવ ન હોવાથી સ્વજનનાં દર્શન માટે સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ (સ્વજનના ઘરોમાંથી) સાધુની જેમ પ્રાસુક અને એષણીય આહાર લે. પ્રેમનો સર્વથા નાશ ન થયો હોવાથી સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ તેને (જવા બદલ) દોષ લાગતો નથી. સ્વજનો સ્નેહના કારણે અનેષણીય અશનાદિ આહાર કરે અને લેવાનો અતિ આગ્રહ પણ કરે, પ્રાય: સ્વજનોને અનુસરવું પડે, આથી દોષિત આહાર લેવાની સંભાવના છે, પણ શ્રમણભૂત પ્રતિભાધારી દોષિત આહાર ન લે. (૩૬)
સ્વજનોના ઘરે ગયા પહેલાં જેને રાંધવાની શરૂઆત કરી દીધી હોય તે ભાત, મસુરની દાળ વગેરે સર્વ પ્રકારનો આહાર શ્રમણભૂત પ્રતિમાપારીને લેવા કહ્યું, પણ ગયા પછી જેને રાંધવાની શરૂઆત કરી હોય તે લેવો ન જ કહ્યું, કારણ કે ગૃહસ્થો તેના માટે ભાત વગેરે અધિક બનાવવાનો સંકલ્પ કરે એવી સંભાવના રહે છે. (દશમું પંચાશક)