________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૯૪
गाहातह चेव य उज्जुत्तो, विहीइ इह पोसहम्मि वज्जिज्जा । सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु ॥ ३२४ ॥ [तथैव च उद्युक्तः विधिना इह पौषधे वर्जयेत् । सम्यगननुपालनं च आहारादिषु सर्वेषु ॥ ३२४ ॥] तथैव च यथानन्तरोदितमुद्युक्तो विधिना प्रवचनोक्तक्रियया निःप्रकम्पेन मनसा इह पौषधे पौषधविषयं वर्जयेत् किं सम्यगननुपालनं चेति क्व आहारादिषु सर्वेषु सर्वाहारादिविषयमिति गाथाक्षरार्थः ।
एत्थ भावणा- कयपोसहो अथिरचित्तो आहारे ताव सव्वं देसं वा पत्थेइ। बीयदिवसे पारणगस्स वा अप्पणोट्ठाए आढत्तिं करेइ, कारवेइ वा इमं इमं वत्ति करेह । न वट्टइ सरीरसक्कारे सरीरमुव्वट्टेइ दाढियाउ केसे वा रोमांइ वा सिंगाराभिप्पाएण संठवेइ दाहे वा सरीरं सिंचइ एवं सव्वाणि सरीरविभूसाकारणाणि परिहरइ । बंभचेरे इहलोइए वा परलोइए भोगे पत्थेइ संवाहेइ वा अहवा सद्दफरिसरसरूवगंधे वा अभिलसइ कइया बंभचेरपोसहो पूरिहिइ चइयामो बंभचेरेणंति । अव्वावारे सावज्जाणि वावारेइ कयमकयं वा चितेइ एवं पंचातियारसुद्धो अणुपालेयव्वोत्ति गाथाद्वयभावार्थः ॥ ३२४ ॥
ગાથાર્થ– તે જ પ્રમાણે ઉદ્યમી શ્રાવક શાસ્ત્રોક્ત ક્રિયાથી અને નિષ્પકંપ મનથી આહાર પૌષધાદિ સર્વ પૌષધમાં પૌષધ સંબંધી સમ્યગ અનનુપાલનનો ત્યાગ કરે.
ટીકાર્થ– (૫) સમ્યગુ અનનુપાલન– આહારપૌષધ આદિ ચાર પૌષધનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાલન ન કરવું. અહીં ભાવના આ પ્રમાણે છેપૌષધ લીધા પછી અસ્થિર ચિત્તવાળો બનીને આહારમાં દેશથી કે સર્વથી આહારની અભિલાષા કરે, અથવા પૌષધના બીજા દિવસે પોતાના પારણા માટે આ વસ્તુ બનાવું, તે વસ્તુ બનાવું એમ આદર કરે, અથવા બીજા પાસે આ કરો, તે કરો એમ આદર કરાવે. આમ ન કરવું જોઇએ. શરીર સત્કારમાં શરીરનો સત્કાર કરવામાં ન પ્રવર્તે. શરીરે તેલ વગેરે ચોળે. દાઢી, મસ્તક અને રૂંવાટાઓના વાળને સૌંદર્યની અભિલાષાથી વ્યવસ્થિત રાખે. દાહ થતાં શરીરે પાણી નાખે. આ પ્રમાણે શરીર વિભૂષાનાં સર્વ કારણોનો પૌષધમાં ત્યાગ કરે. બ્રહ્મચર્યમાં આ લોક અને પરલોકના