________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૦૨
पुनः पुनरुच्चार्येते इति भावना । पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति ।
श्रावकधर्मे च प्रत्याख्यानभेदानां सप्तचत्वारिंशदधिकं भङ्गशतं भवति ચિત્રત્વાદ્દેશવિરતેઃ ॥ ૩૨૮ ॥
અતિચારસહિત ચોથું શિક્ષાપદ વ્રત કહ્યું. હવે અણુવ્રતો વગેરેમાં જે યાવત્કથિક છે અને ઇત્વર છે તેને કહે છે—
ગાથાર્થ— અહીં શ્રમણોપાસકધર્મમાં જ અણુવ્રતો અને ગુણવ્રતો યાવથિક છે અને શિક્ષાવ્રતો ઇત્વર છે.
ટીકાર્થ-શ્રમણોપાસકધર્મમાં જ— શ્રમણોના ઉપાસક (=સેવા કરનારા) તે શ્રમણોપાસક, શ્રમણોપાસકોમાં જ અણુવ્રતો વગે૨ે હોય છે, બૌદ્ધ સાધુઓના ઉપાસકો વગેરેમાં ન હોય. કારણ કે તેમનામાં સમ્યક્ત્વ ન હોવાથી અણુવ્રતો વગેરે ન હોય.
યાવત્કથિક— એકવાર સ્વીકારેલા જીવનપર્યંત પાળવાના હોય તે યાવત્કથિક. જ્યારે સ્વીકારે ત્યારે જો જીવનપર્યંત સુધી સ્વીકાર્યા હોય તો જીવનપર્યંત પાળવા જોઇએ. પણ જીવનપર્યંત સુધી જ સ્વીકારવા પડે એવો નિયમ નથી એમ ગુરુઓ કહે છે. દરેક ચોમાસા સુધી પણ આ વ્રતોનો સ્વીકાર થાય છે. કારણ કે વૃદ્ધ પુરુષોની પરંપરાથી આવેલી તેવી સામાચારી જોવામાં આવે છે.
પણ શિક્ષાવ્રતો થોડા કાળ સુધી હોય છે. તેમાં સામાયિક અને દેશાવગાશિક દરરોજ કરવાનાં હોય છે, અને એ બેનું પ્રત્યાખ્યાન વારંવાર કરાય છે. પૌષધ અને અતિથિ સંવિભાગ નિયત દિવસે કરવાના હોય છે, દ૨૨ોજ નહિ. શિક્ષા એટલે અભ્યાસ. શિક્ષાનાં વ્રતો તે શિક્ષાવ્રતો, અર્થાત્ વિરતિની શિક્ષા (=અભ્યાસ) કરવા માટેનાં વ્રતો તે શિક્ષાવ્રતો. (૩૨૮)
પ્રત્યાખ્યાનના ભાંગા (ગા. ૩૨૯-૩૩૧)
तदाह
,
सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । तं च विहिणा इमेणं, भावेयव्वं पयत्तेणं ॥ ३२९ ॥ [ सप्तचत्वारिंशदधिकं भङ्गशतं गृहिप्रत्याख्यानभेदपरिमाणं । तच्च विधिना अनेन भावयितव्यं प्रयत्नेन ॥ ३२९ ॥]