________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૯૮. સત્કાર– આવે ત્યારે ઊભા થવું, બેસવા માટે આસન આપવું, વંદન કરવું, જતા હોય ત્યારે થોડા માર્ગ સુધી પાછળ જવું વગેરે સત્કાર છે.
ક્રમ- રાબ આદિના ક્રમથી રસોઈ વહોરાવવી. (અથવા શ્રેષ્ઠ વસ્તુ પહેલા આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા જે દેશમાં જે ક્રમ પ્રસિદ્ધ હોય તે ક્રમથી આપવી.) સંયતઃમૂલગુણ-ઉત્તરગુણોથી યુક્ત સાધુ.
અતિથિ સંવિભાગ– ભોજન માટે ભોજનકાળે ઉપસ્થિત થનાર અતિથિ કહેવાય છે. જેણે પોતાના માટે આહાર તૈયાર કર્યો છે એવા ગૃહસ્થના અતિથિ વ્રતધારી સાધુ જ છે. કારણ કે કહ્યું છે કે- “લૌકિક તિથિઓ, પર્વો અને ઉત્સવો જે મહાત્માએ છોડી દીધા છે, તે અતિથિ જાણવો. બાકીના અભ્યાગત જાણવા.” અતિથિનો સંવિભાગ તે અતિથિસંવિભાગ.
અહીં સંવિભાગ શબ્દના ઉલ્લેખથી પશ્ચાત્ કર્મ આદિ દોષોનો ત્યાગ કરવાનું કહ્યું છે. (સંવિભાગ શબ્દમાં સં અને વિભાગ એમ બે શબ્દો છે. સં એટલે સંગત, અર્થાત્ પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે, વિભાગ એટલે પોતાની વસ્તુનો અંશ. પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે તે રીતે પોતાની નિર્દોષ વસ્તુનો અંશ આપવો તે સંવિભાગ.) - અહીં સામાચારી આ પ્રમાણે છે- શ્રાવકે પૌષધના પારણે અવશ્ય સાધુઓને દાન દઈને પારણું કરવું જોઈએ. તે સિવાય (-પૌષધના પારણા સિવાય) નિયમ નથી. અર્થાત્ પૌષધના પારણા સિવાય સાધુઓને વહોરાવીને પ્રત્યાખ્યાન પારે કે પ્રત્યાખ્યાન પાર્યા પછી વહોરાવે. આથી પૌષધના પારણે સાધુઓને દાન આપીને જ પારણું કરવું જોઇએ.
તેનો વિધિ એવો છે કે જો તેવો દેશ-કાળ હોય તો પોતાના શરીરને સુંદર વસ્ત્ર, અલંકાર આદિથી વિભૂષિત બનાવીને સાધુના ઉપાશ્રયે જઇને “ભિક્ષા લેવા માટે પધારો.” એમ નિમંત્રણ કરે. આ વખતે સાધુ માટે એવો વિધિ છે કે એક સાધુ પડલાનું પડિલેહણ કરે, એક સાધુ મુહપત્તિનું પડિલેહણ કરે, એક સાધુ પાત્રાનું પડિલેહણ કરે. જેથી જલદી જઈ શકાય. જો જલદી ન જાય તો શ્રાવકને પારણામાં મોડું થવાથી અંતરાય થાય. અથવા સાધુઓ પછી આવશે એમ વિચારીને વહોરાવવા કોઈ વસ્તુ રાખે તો સ્થાપના દોષ લાગે. શ્રાવક પહેલી પોરિસીમાં આમંત્રણ કરે તો જો નવકારશીના પ્રત્યાખ્યાનવાળો કોઈ સાધુ વાપરનાર હોય તો વહોરવા જાય, જો વાપરનાર ન હોય તો ન જાય, ગૃહસ્થને ના પાડે. કોઈ સાધુ