________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૯૩. ગાથાર્થ– શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્મારક, દુપ્રત્યુપેક્ષિત શપ્યાસંસારક, અપ્રમાર્જિત શય્યાસંસ્કારક અને દુષ્પમાર્જિત શપ્યાસંસ્તારકનો ત્યાગ કરે, તથા અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર (=સ્થડિલ) ભૂમિનો ત્યાગ કરે.
ટીકાર્થ– (૧) અપ્રત્યુપેક્ષિત શાસંસ્તારક- શય્યા એટલે શરીર પ્રમાણ સંથારો. સંસ્તારક એટલે પૌષધમાં સૂવા માટે ઉપયોગી ડાભનું ઘાસ, કામળી, (ગરમ) વસ્ત્ર વગેરે. અથવા શય્યા અને સંસ્કારક એમ બે વસ્તુ ન સમજતાં શય્યા એ જ સંસ્તારક એમ એક જ વસ્તુ સમજવી. અપ્રત્યુપેક્ષિત એટલે આંખોથી નહિ જોયેલું. શય્યા સંસ્મારકના ઉપલક્ષણથી પીઠ વગેરે વસ્તુઓ પણ સમજી લેવી. આંખોથી નિરીક્ષણ કર્યા વિના સંથારો પાથરવો, સંથારામાં સૂવું, બીજી પણ પીઠ આદિ કોઈ વસ્તુ લેવી-મૂકવી તે અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્મારક અતિચાર છે.
(૨) દુષ્પપેક્ષિત શય્યાસંસ્તારક- દુષ્પત્યુપેક્ષિત એટલે ભટકતા ચિત્તથી જોયેલું, અર્થાત્ ઉપયોગ વિના જોયેલું. બરોબર નિરીક્ષણ કર્યા વિના સંથારો પાથરવો વગેરે દુપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્મારક અતિચાર છે.
(૩) અપ્રમાર્જિત શય્યાસંસ્તારક- અપ્રમાર્જિત એટલે વસ્ત્રના છેડા વગેરેથી નહિ પૂજેલું. પૂંજ્યા વિના સંથારો પાથરવો વગેરે અપ્રમાર્જિત શપ્યાસંસ્કારક અતિચાર છે.
(૪) દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક– દુષ્પમાર્જિત એટલે ઉપયોગ વિના પૂજેલું, બરોબર ન પૂજેલું. બરોબર પૂંજ્યા વિના સંથારો પાથરવો વગેરે દુષ્પમાજિત શય્યાસંસ્મારક અતિચાર છે.
અહીં સામાચારી આ પ્રમાણે છે– પૌષધવાળો શ્રાવક પડિલેહણ કર્યા વિના શય્યા, સંથારો અને પૌષધશાલાનો ઉપયોગ કરે નહિ, પડિલેહણ કર્યા વિના ડાભઘાસનું વસ્ત્ર કે શુદ્ધ વસ્ત્ર ભૂમિ ઉપર પાથરે નહિ. પેશાબની ભૂમિથી આવીને ફરી સંથારાનું પડિલેહણ કરે. અન્યથા અતિચાર લાગે. એ પ્રમાણે પીઠ આદિ માટે પણ સમજવું.
એ પ્રમાણે ઉચ્ચાર (સ્થડિલ) ભૂમિ અને પ્રગ્નવણ (માત્રુ) ભૂમિ વિષે પણ સમજવું. અહીં ઉચ્ચાર-પ્રસ્ત્રવણના ઉપલક્ષણથી થુંક, પસીનો, મેલ આદિ વિષે પણ સમજવું, અર્થાત્ આ બધું બરોબર નિરીક્ષણ-પ્રમાર્જન કરીને કરવું જોઇએ, અન્યથા અતિચાર લાગે. (૩૨૩).