________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૬૯
થોડા સમય માટે મન-વચન-કાયાથી એમ ત્રિવિધથી પણ સર્વ સાવધનો ત્યાગ શું નથી કરતો ? અર્થાત્ કરે જ છે. તો પછી (ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એમ) ત્રણ પ્રકારે પણ ત્યાગ કેમ કરતો નથી?
ઉત્તરપક્ષ— શ્રાવકને આશ્રયીને ત્રિવિધથી પણ (ન ક૨વું-ન કરાવવુંન અનુમોદવું એમ ત્રિવિધથી પણ) સર્વ સાવદ્ય યોગના ત્યાગનો અસંભવ છે. (૨૯૩)
असंभवमेवाह
आरंभाणुमईओ, कणगाइसु अग्गहाणिवित्तीओ ।
भुज्जो परिभोगाओ, भेओ एसिं जओ भणिओ ॥ २९४ ॥ [आरम्भानुमतेः कनकादिषु आग्रहानिवृत्तेः ।
ભૂય: પરિમોાત્ મે: તયો: યત: મળતઃ ॥ ૨૬૪ ||] आरम्भानुमतेः श्रावकस्यारम्भेष्वनुमतिरव्यवच्छिन्नैव तथा तेषां प्रवर्तितत्वात् कनकादिषु द्रव्यजातेषु आग्रहानिवृत्तेरात्मीयाभिमानानिवृत्तेरनिवृत्तिश्च भूयः परिभोगादन्यथा सामायिकोत्तरकालमपि तदपरिभोगप्रसङ्गः सर्वथा त्यक्तत्वात् भेदश्चैतयोः साधु श्रावकयोः यतो भणित उक्तः परममुनिभिरिति ॥ २९४ ॥ અસંભવને જ કહે છે–
ગાથાર્થ— આરંભની અનુમતિથી અને ફરી પિરભોગ થતો હોવાના કા૨ણે સુવર્ણ આદિમાં મમત્વની નિવૃત્તિ ન થઇ હોવાથી સાધુ અને શ્રાવકમાં ભેદ કહ્યો છે.
ટીકાર્થ— આરંભની અનુમતિથી– શ્રાવકને આરંભોમાં અનુમોદનાનો નાશ થયો નથી. કારણ કે તેમણે આરંભને તે રીતે પ્રવર્તાવેલા છે. (પોતે હમણાં આરંભોથી નિવૃત્ત હોવા છતાં સામાયિક પાર્યા પછી સામાયિક દરમિયાન સંબંધી વગેરેએ આરંભથી તૈયાર કરેલી વસ્તુનો ઉપયોગ કરે છે. એથી સામાયિક દરમિયાન થઇ રહેલા આરંભોમાં તેની અનુમોદના રહેલી જ છે. સામાયિકમાં શ્રાવકને અનુમતિ દોષ લાગતો હોવાથી શ્રાવક સાધુની જેમ ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એમ ત્રિવિધ સાવઘનો ત્યાગ ન કરી શકે.)
શ્રાવક સામાયિક પાર્યા પછી પણ સુવર્ણ આદિનો પરિભોગ કરે છે. એથી તેણે સુવર્ણ આદિમાં મમતાનો ત્યાગ કર્યો નથી. જો તેણે સુવર્ણ