________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૬૭ ઘરમાં, પૌષધશાળામાં કે પોતે જ્યાં શાંતિથી બેસતો હોય કે આરામ કરતો હોય તે બધા સ્થાનમાં સામાયિક કરે. પણ મુખ્યતયા જિનમંદિર, સાધુની પાસે, પૌષધશાળા અને ઘર એ ચાર સ્થાનોમાં સામાયિક કરે. કારણ કે એ ચાર સ્થાનોમાં પ્રતિક્રમણ કરે છે. તેમાં જો સાધુની પાસે સામાયિક કરે તો તેનો વિધિ આ પ્રમાણે છે- જો શત્રુ આદિથી ભય ન હોય, કોઇની સાથે તકરાર ન હોય, કોઈનો દેવાદાર ન હોય જેથી તેની સાથે ખેંચતાણ ન કરે, દેવાદાર હોય પણ લેણદાર સામાયિકનો ભંગ ન થાય એટલા માટે પકડે તેવો ન હોય, રસ્તામાં વેપાર ન કરે, તો શ્રાવક ઘરે સામાયિક લઈને ગુરુની પાસે જાય. ગુરુની પાસે જતાં રસ્તામાં સાધુની જેમ ઈર્યાસમિતિનું પાલન કરે, સાવદ્ય ભાષાનો ત્યાગ કરે, કાષ્ઠ અને ઢેફાં વગેરે જરૂર પડે તો જોઈને પૂંજીને અને યાચીને લે, કોઈ વસ્તુ લેવા-મૂકવામાં નિરીક્ષણ કરીને પ્રમાર્જન કરે, રસ્તામાં શ્લેષ્મ, ઘૂંક વગેરે ન કાઢે, કાઢે તો જગ્યાને જોઈને-માર્જીને કાઢે. જ્યાં ઊભો રહે ત્યાં પણ ગુપ્તિનું પાલન કરે.
આ રીતે સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક ગુરુની પાસે જઈને મન-વચનકાયાથી સાધુઓને નમસ્કાર કરીને કરેમિ ભંતે સૂત્રનો પાઠ બોલીને સામાયિક કરે. પછી ઈરિયાવહી કરી ગમણાગમણે આલોવીને (=રસ્તામાં લાગેલા દોષોની આલોચના કરીને) આચાર્ય વગેરે બધા સાધુઓને દીક્ષાપર્યાયથી મોટાના ક્રમથી વંદન કરે. પછી ફરી ગુરુને વંદન કરીને બેસવાની જગ્યા પૂંજીને બેસે અને ગુરુને પ્રશ્નો પૂછે કે પાઠ કરે. જિનમંદિરમાં સામાયિક કરે તો પણ આ વિધિ સમજવો. પૌષધશાળામાં કે ઘરમાં સામાયિક કરે તો બીજે જવાનું ન હોય. (આથી ઘરેથી જવા વગેરેનો વિધિ પણ ન હોય.).
ધનાઢ્ય શ્રાવક સર્વ ઋદ્ધિ સાથે (આડંબરથી) ગુરુની પાસે સામાયિક કરવા જાય. તેથી લોકોને લાભ થાય. આ સાધુઓનો સારા પુરુષે સ્વીકાર કર્યો છે એમ સાધુઓનો આદર થાય. જો સામાયિક કરીને સાધુની પાસે જાય તો અશ્વ, હાથી, લોક વગેરે અધિકરણ બને, આથી આડંબરપૂર્વક ન જઈ શકાય. તથા પગે ચાલીને જવું પડે. આથી ધનાઢ્ય શ્રાવક ઘરેથી સામાયિક કરીને ન જાય. ૧. પૂર્વકાળમાં જિનમંદિરની તદ્દન પાસે વ્યાખ્યાન આદિ માટે સભામંડપ રહેતો હતો.
ત્યાં સામાયિક કરવાનો વિધિ છે. હાલ સભામંડપની પ્રથા ન હોવાથી તે વિધિ નથી.