________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૬૬ जाव णियमं पज्जुवासामित्ति एवं सामाइयं काउं पडिकंतो वंदित्ता पुच्छइ सो य किर सामाइयं करेंतो मउडं अवणेइ कुंडलाणि णाममुदं पुष्पं तंबोलं पावारगमाइ वा वोसिरइ एसो विही सामाइयस्स" ॥ २९२ ॥
અતિચાર સહિત ત્રીજું ગુણવ્રત કહ્યું. ગુણવ્રતો પછી શિક્ષાપદ વ્રતોને કહે છે. તે શિક્ષાપદો ચાર છે. તે આ પ્રમાણે– સામાયિક, દેશાવનાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ. તેમાં પહેલા શિક્ષાપદ વ્રતને કહે છે–
ગાથાર્થ– સામાયિક જ પહેલું શિક્ષાપદ વ્રત જાણવું. તે સામાયિક સાવદ્યયોગોના ત્યાગરૂપ અને નિરવદ્યયોગોના આસેવનરૂપ જાણવું.
ટીકાર્થ– શિક્ષાપદ– શિક્ષા એટલે મોક્ષપદને પ્રાપ્ત કરાવનારી ક્રિયા. તેનું પદ તે શિક્ષાપદ.
સામાયિક- સમ એટલે રાગ-દ્વેષથી રહિત જીવ. રાગ-દ્વેષથી રહિત જીવ સર્વજીવોને પોતાની જેમ જુએ છે. આય, લાભ, પ્રાપ્તિ એ પર્યાયવાચી શબ્દો છે. સમનો જે આયEલાભ થાય તે સમાય. સમ (=રાગ-દ્વેષથી રહિત) જીવને અનુપમ સુખના હેતુ, ચિંતામણિ અને કલ્પવૃક્ષનો તિરસ્કાર કરનારા, અને અપૂર્વ એવા જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયોનો પ્રતિક્ષણ યોગ (કલાભ) થાય છે, અર્થાત્ સમભાવવાળા જીવને ઉક્ત પ્રકારના જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયોનો લાભ થાય તે સમાય છે. જે ક્રિયા કરવાનું પ્રયોજન સમાય છે તે સામાયિક, અથવા જે સમયમાં જ થાય તે સામાયિક. આ પ્રમાણે સામાયિક એવા શબ્દનો અર્થ છે. સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે– સામાયિક સાવઘયોગોના ત્યાગરૂપ છે. અવદ્ય એટલે ગર્પિત એવું પાપ. અવદ્યથી=માપથી સહિત તે સાવદ્ય. યોગો એટલે વ્યાપારો (પ્રવૃત્તિઓ). તેમનો ત્યાગ તે સાવઘયોગોનો ત્યાગ. સામાયિકમાં સાવઘયોગોનો ત્યાગ કાળની મર્યાદા સુધી થાય છે. સામાયિક નિષ્પાપ વ્યાપારના સેવનથી રહિત માત્ર સાવઘવ્યાપારના ત્યાગરૂપ ન થાય એટલા માટે અહીં ગ્રંથકાર કહે છે- સામાયિક નિરવદ્યયોગોના સેવનરૂપ પણ છે. આથી સામાયિકમાં સાવદ્યયોગોના ત્યાગની જેમ નિરવદ્ય યોગોના સેવનમાં પણ દિવસ-રાત પ્રયત્ન કરવો જોઈએ એમ જણાવવા માટે સામાયિક નિરવદ્યયોગોના સેવનરૂપ પણ છે એમ કહ્યું છે.
અહીં સામાચારી આ પ્રમાણે છે– શ્રાવકના ધનાઢ્ય અને અલ્પધનવાળા એવા બે ભેદ છે. અલ્પ ધનવાળો શ્રાવક જિનમંદિરમાં, સાધુની પાસે,