________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૬૮ .. આ રીતે આડંબરથી સામાયિક લેવા આવનાર જો શ્રાવક હોય તો કોઈ સાધુ ઊભા થઈને તેનો આદર ન કરે, પણ જો ભદ્રક (રાજા વગેરે) હોય તો તેનો સત્કાર થાય એ માટે પહેલેથી આસન ગોઠવી રાખે અને આચાર્ય એના આવ્યા પહેલાં ઊભા થઈ જાય. જો આવે ત્યારે ઊભા થાય તો ગૃહસ્થોનો આદર કરવાથી દોષ લાગે, અને જો ઊભા ન થાય તો તેને ખોટું લાગે. આ દોષ ન લાગે એટલા માટે આવે એ પહેલાં જ આસન ગોઠવી રાખે, અને આચાર્ય મહારાજ ઊભા થઇ જાય. ધનાઢ્ય શ્રાવક આ પ્રમાણે આડંબરથી સાધુ પાસે આવીને “કરેમિ ભંતે' સૂત્રનું ઉચ્ચારણ કરીને સામાયિક કરે. પછી ઈરિયાવહિયા કહીને પૂર્વની જેમ (સામાન્ય શ્રાવક સંબંધી સામાયિક વિધિમાં કહ્યું તેમ) વંદનવિધિ કરીને ગુરુને પ્રશ્ન પૂછે કે પાઠ કરે. રાજા સામાયિક કરતી વખતે મુકુટ, કુંડલ અને નામમુદ્રા (નામવાળી વીંટી) થોડે દૂર રાખે અને પુષ્પ, તાંબુલ, ઉત્તરીય વસ્ત્ર આદિનો પણ ત્યાગ કરે. આ સામાયિકનો વિધિ છે. (૨૯૨)
अत्राहकयसामइयो सो साहुरेव ता इत्तरं न किं सव्वं । वज्जेइ य सावज्जं, तिविहेण वि संभवाभावा ॥ २९३ ॥ [कृतसामायिकः असौ साधुरेव तस्मादित्वरं न किं सर्वम् । वर्जयति च सावधं त्रिविधेनापि संभवाभावात् ॥ २९३ ॥]
कृतसामायिकः प्रतिपन्नसामायिकः सन्नसौ श्रावको वस्तुतः साधुरेव सावद्ययोगनिवृत्तेर्यस्मादेवं तस्मात्साधुवदेवेत्वरमल्पकालं न किं किं न सर्वं निरवशेषं वर्जयति परिहरत्येव सावधं सपापं योगमिति गम्यते त्रिविधेनापि मनसा वाचा कायेन चेति । अत्रोच्यते संभवाभावात् श्रावकमधिकृत्य त्रिविधेनापि सर्वसावद्ययोगवर्जनासंभवादिति ॥ २९३ ॥
અહીં (પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને) કહે છે
ગાથાર્થ– પ્રશ્ન- જેણે સામાયિક કર્યું છે તે સાધુ જ છે. તેથી તે થોડા કાળ સુધી સર્વ સાવઘને ત્રિવિધે પણ ત્યાગ કેમ કરતો નથી ? ઉત્તર– અસંભવ હોવાથી.
ટીકાર્થ– પૂર્વપક્ષ- જેણે સામાયિક કર્યું છે તે શ્રાવક સાવદ્ય યોગોની નિવૃત્તિ કરી હોવાથી પરમાર્થથી સાધુ જ છે, તેથી જ સાધુની જેમ જ