________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૮૬ કર (ટેક્ષ) નાખ્યો. તેથી કોઈ દશ ઉપલ, કોઈ વીસ પલ, કોઈ પચાસ પલ, કોઇ સો પલ જેટલું વિષ લઈ આવ્યા. રાજાના જ વૈશે માત્ર જવ જેટલુ વિષ લઇને રાજાને આપ્યું. તેટલું જ વિષ આપવાથી રાજા રોષ પામ્યો. ઇંગિત આકારમાં (=અભિપ્રાયને અનુરૂપ ચેષ્ટામાં) કુશળ વૈદ્ય રાજાને રોષવાળો જાણીને કહ્યું હે દેવ ! આ મહાવિષ છે, યવ જેટલા પણ આ વિષથી સો ભાર થાય છે. કારણ કે આ વિષ શતવેધી (=સો જીવોને મારનાર) છે. રાજાએ કહ્યું: એની ખાતરી શી ? વૈદ્ય કહ્યું: કોઈ મરવાની ઇચ્છાવાળા (=થોડા સમયમાં મૃત્યુ પામે તેવા) હાથીને મંગાવો. તેના વચનથી રાજાએ તુરત જ વૃદ્ધાવસ્થાથી શિથિલ થઈ ગયેલ અને રોગથી વિદ્વલ એક મોટો હાથી મંગાવ્યો. વૈધે તેના પુંછડાનો એક વાળ તોડીને તેના (=વાળના) સ્થાનમાં નખના અગ્રભાગથી વાળના અગ્રભાગ જેટલું વિષ મૂક્યું, તે જ ક્ષણે આખા શરીરમાં વિષ ફેલાઈ ગયું. હાથી નીચે પડ્યો અને ચેષ્ટા વિનાનો બની ગયો, તથા જાણે ગળીના રંગથી રંગ્યો હોય તેમ અતિશય લીલાવર્ણવાળો થઈ ગયો. વૈદ્ય કહ્યું: હે દેવ ! આ સંપૂર્ણ હાથી વિષરૂપ થઈ ગયો છે. એનું જે ભક્ષણ કરશે તે સ્થાન અને શિયાળ વગેરે પણ વિષરૂપ બની જશે. આ પ્રમાણે સોમા સ્થાનને પણ આ વિષ મારે છે, એથી આ મહાવિષ છે. તેથી રાજાએ કહ્યું: અહો ઉત્તમવૈદ્ય ! આવા પ્રકારના મહાવિષનો કોઈ પ્રતીકાર છે ? વૈદ્ય કહ્યું: હે દેવ ! છે. રાજાને વિશ્વાસ પમાડવા માટે વૈધે ફરી કહ્યું હે દેવ! બલવાન શરીરવાળો બીજો કોઈ મોટો હાથી મંગાવો. રાજાએ વૈદ્યનું વચન તે જ પ્રમાણે કર્યું. વૈદ્ય પણ તે જ પ્રમાણે વિષ મૂક્યું. તે જ ક્ષણે તેના આખા શરીરમાં વિષ ફેલાઈ ગયું. તેથી વૈધે તે જ વખતે તે જ સ્થાનમાં ઔષધ મૂક્યું. ઔષધે વિષને ખસેડીને એક પગમાં લાવી મૂક્યું. ત્યાંથી પણ ખસેડીને પગના અંગુઠામાં લાવી મૂક્યું. ત્યાંથી પણ ખસેડીને અંગુઠાના અગ્રભાગમાં લાવી મુક્યું. તેથી ખુશ થયેલા રાજાએ વૈદ્ય ઉપર મહાકૃપા કરી. વૈદ્ય પણ રાજાના પ્રભાવથી આ લોકનાં સુખોનો ભાગી બન્યો.
એ પ્રમાણે શ્રાવક પણ દિશાપરિમાણવ્રતમાં સો યોજન વગેરે ક્ષેત્રપ્રમાણ લીધું હોય, દેશાવગાશિક વ્રતમાં તેનો જ સંક્ષેપ કરીને એક ગાઉ વગેરે પ્રમાણ ૧. પલ=ચાર તોલા, ભાર=વીસ તોલા. ૨. શિયાળ વગેરેનું ભક્ષણ કરનાર વિષરૂપ બની જાય એમ પરંપરાએ સોમા સ્થાનને
પણ આ વિષ મારે.