________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૬૪ સામાચારી આ પ્રમાણે છે- શ્રાવકે ગાડું વગેરે સાધનોને જોડેલાં તૈયાર ન રાખવા જોઈએ. એ પ્રમાણે કુહાડો, વાંસલો વગેરેમાં પણ જાણવું.
(૫) ઉપભોગ-પરિભોગાતિરેક્તા ઉપભોગ અને પરિભોગ શબ્દનો અર્થ પહેલાં કહેલો જ છે. ઉપભોગ-પરિભોગની અધિકતા તે ઉપભોગપરિભોગાતિરેક્તા. અહીં પણ સામાચારી આ પ્રમાણે છે- શ્રાવક તેલઆમળાં (-સાબુ) ઘણાં લે તો તેના લોભથી ઘણા સ્નાન કરવા તળાવ આદિ સ્થળે જાય. તેથી પાણીના જીવોની અને તેમાં રહેલા પોરા વગેરે જીવોની અધિક વિરાધના થાય. એ પ્રમાણે પુષ્પ, તંબોલપાન આદિ વિષે પણ સમજવું. આથી શ્રાવકે તેવી સામગ્રી જરૂરિયાત કરતાં વધારે નહિ લેવી જોઇએ.
પ્રશ્ન- શ્રાવકને સ્નાન કરવાનો વિધિ શો છે ? ઉત્તર- મુખ્યતયા શ્રાવકે ઘરે જ સ્નાન કરવું જોઈએ. ઘરે સ્નાન કરવાની અનુકૂળતા ન હોય તો ઘરે તેલ-આમળાંથી માથું ઘસીને માથા ઉપરથી તેલ-આમળાં ખંખેરીને તળાવ વગેરે સ્થળે જાય ત્યાં તળાવ આદિના કિનારે બેસીને અંજલિથી (ખોબા ભરીને) સ્નાન કરે. (અર્થાત્ તળાવ આદિમાં પ્રવેશીને સ્નાન ન કરે, તથા બહુ પાણી ન વાપરે.) તથા જેમાં કુંથુઆ વગેરે જીવો હોય તેવાં પુષ્પો વગેરેનો ઉપયોગ નહિ કરવો જોઈએ. (૨૯૧)
तत्राद्यमाहसिक्खापयं च पढमं, सामाइयमेव तं तु नायव्वं । सावज्जेयरजोगाण वज्जणासेवणारूवं ॥ २९२ ॥ [शिक्षापदं च प्रथमं सामायिकमेव तत्तु ज्ञातव्यम् । सावद्येतरयोगानां वर्जनासेवनारूपम् ॥ २९२ ॥] शिक्षा परमपदप्रापिका क्रिया, तस्याः पदं शिक्षापदं । तच्च प्रथममाद्यं सूत्रक्रमप्रामाण्यात्सामायिकमेव । समो रागद्वेषवियुक्तो यः सर्वभूतान्यात्मवत्पश्यति। आयो लाभः प्राप्तिरिति पर्यायाः, समस्यायः समायः । समो हि प्रतिक्षणमपूर्वैनिदर्शनचारित्रपर्यायैर्निरुपमसुखहेतुभिरधःकृतचिन्तामणिकल्पद्रुमोपमैयुज्यते । स एव समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकं । समाय एव वा भवं सामायिकमिति शब्दार्थः । एतत्स्वरूपमाह- तत्तु सामायिकं ज्ञातव्यं विज्ञेयं स्वरूपतः कीदृगिति आह- सावद्येतरयोगानां