________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૬૩
ગાથાર્થ— અહીં કંદર્પ, કૌત્કચ્ય, મૌખરિક, સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગાતિરેક્તાનો ત્યાગ કરે.
ટીકાર્થ– (૧) કંદર્પ– કંદર્પ એટલે કામ. કામનો હેતુ એવો વિશિષ્ટ વચનપ્રયોગ પણ કામ કહેવાય છે. અતિશય રાગના કારણે પ્રકૃષ્ટ હાસ્યથી મિશ્ર અને મોહને પ્રદીપ્ત કરનાર વચન બોલવું, અર્થાત્ હાંસી કરવી એ કંદર્પ છે. અહીં સામાચારી આ પ્રમાણે છે— “શ્રાવકે અટ્ટહાસ્ય ન કરવું જોઇએ=જોરથી ખડખડાટ ન હસવું જોઇએ. હસવું હોય (=હસવું આવી જાય) તો સામાન્યથી મોઢું મલકે તેટલું અલ્પ હસવું જોઇએ.”
. (૨) કૌત્કચ્ય– શરીરના અંગોને અનુચિત રીતે સંકોચવા વગેરે ક્રિયાથી યુક્ત જીવ કુત્બુચ છે. કુન્નુચનો ભાવ તે કૌત્કચ્ય. અર્થાત્ મુખ, આંખો, હોઠ, હાથ, પગ અને ભવાંના વિકારવાળી અને હાંસી-મશ્કરી આદિથી કરેલી ભાંડના જેવી નિરર્થક ચેષ્ટા તે કૌત્યુચ્ય છે. અહીં સામાચારી આ પ્રમાણે છે— “જેનાથી લોકોને હસવું આવે તેવાં વચનો બોલવા કે તેવી બેસવા-ઊઠવાની અને ચાલવાની ક્રિયા કરવી એ શ્રાવકને ન કલ્પે.’’
(૩) મૌખર્ય– પિઢાઇથી અસત્ય અને સંબંધ રહિત પ્રલાપ કરવો તે મૌખર્ય. અથવા મુખથી શત્રુને લાવે=ઉત્પન્ન કરે તે મુખર,' (મુખરનો ભાવ તે મૌખર્ય.)
(૪) સંયુક્તાધિકરણ— જેનાથી આત્મા નકાદિમાં જોડાય તે અધિકરણ. કુહાડો, ખાંડણિયું, વાટવાનો પથ્થર અને ઘંટી વગેરે (હિંસા દ્વારા દુર્ગતિનું કારણ હોવાથી) અધિકરણ છે. સંયુક્ત એટલે જોડેલું. હિંસક સાધનોને ગોઠવીને (જોડેલાં) તૈયાર રાખવા તે સંયુક્ત અધિકરણ છે. અહીં
૧. અહીં ટીકામાં ના... ઇત્યાદિથી મૌખર્યના કારણે થતા અનર્થને જણાવતો એક પ્રસંગ ટૂંકમાં જણાવ્યો છે. તે પ્રસંગ ખ્યાલમાં ન હોવાથી ભાવાનુવાદમાં તેનો અર્થ લખ્યો નથી.
૨. સાધનો ગોઠવીને (=જોડેલા) તૈયાર હોય તો પોતાનું કાર્ય કરી શકે. છૂટા હોય તો ન કરી શકે. જેમ કે ગાડા સાથે ધોંસરી જોડેલી હોય તો જ ગાડું સ્વકાર્ય કરી શકે. આથી ટીકામાં ‘અર્થયિારળયોë' નો તાત્પર્યાર્થ જોડેલું એવો છે. અર્થ એટલે પદાર્થ-વસ્તુ. ક્રિયા એટલે કાર્ય. દા.ત. ઘટરૂપ પદાર્થની ક્રિયા=કાર્ય જલાનયન છે. કરણયોગ્ય એટલે કરવા માટે યોગ્ય. ગાડાનું જે કાર્ય છે તે કાર્ય ક૨વા ગાડું ત્યારે જ યોગ્ય બને કે જયારે ગાડું ધોસરી વગેરેથી યુક્ત હોય. આમ અર્થયિાયોë નો ભાવાર્થ જોડેલું થાય.