________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૬૧ (૪) પાપોપદેશ– સૂચન કરે તે સૂત્ર એવા ન્યાયથી પાપોપદેશ એટલે પાપકર્મનો ઉપદેશ. પાપરૂપ ખેતી વગેરે કર્મનો ઉપદેશ આપવો તે પાપકર્મોપદેશ. જેમ કે ખેતી વગેરે કર. (૨૮૯)
अनर्थदण्डस्यैव बहुबन्धहेतुतां ख्यापयन्नाहअटेण तं न बंधइ, जमणटेणं तु थेवबहुभावा । अढे कालाईया, नियामगा न उ अणट्ठाए ॥ २९० ॥ [अर्थेन तत् न बघ्नाति यदनर्थेन स्तोकबहुभावात् । કર્થે તાયો નિયામ: ન ત્વનર્થે || ર૧૦ I].
अर्थेन कुटुम्बादिनिमित्तेन प्रवर्तमानस्तन्न बध्नाति तत्कर्म नादत्ते (ग्रं.१५००) यदनर्थेन यद्विना प्रयोजनेन प्रवर्तमानः । कुतः स्तोकबहुभावात् स्तोकभावेन स्तोकं प्रयोजनं परिमितत्वात्, बह्वप्रयोजनं प्रमादापरिमितत्वात् । तथा चाह- अर्थे प्रयोजने कालादयो नियामकाः कालाद्यपेक्षं हि कृष्याद्यपि भवति । न त्वनर्थाय प्रयोजनमन्तरेणापि प्रवृत्तौ सदा प्रवृत्तेरिति ॥ २९० ॥
અનર્થદંડ જ ઘણા બંધનું કારણ છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– પ્રયોજનથી પ્રવર્તતો જીવ તે કર્મ નથી બાંધતો કે જે કર્મ પ્રયોજન વિના પ્રવર્તતો જીવ બાંધે છે. કારણ કે પ્રયોજન પરિમિત હોય છે. અપ્રયોજન ઘણું હોય છે. પ્રયોજનમાં કાળ વગેરે નિયામક (=નિયમન કરનાર) છે. અનર્થમાં કોઈ નિયામક નથી.
ટીકાર્થ– કુટુંબ વગેરે નિમિત્તથી પ્રવર્તતો જીવ તે (તેટલું) કર્મ નથી બાંધતો કે જે (=જેટલું) કર્મ પ્રયોજન વિના પ્રવર્તતો જીવ બાંધે છે. કારણ કે પ્રયોજન પરિમિત હોય છે. અપ્રયોજન ઘણું હોય છે. કારણ કે પ્રમાદનું કોઈ પરિમાણ હોતું નથી. પ્રયોજનમાં કાળ વગેરે નિયામક છે. ખેતી વગેરે પણ કાળ વગેરેની અપેક્ષાએ થાય છે. પણ અનર્થમાં કોઇ નિયામક નથી. કારણ કે અનર્થમાં પ્રયોજન વિના પણ પ્રવૃત્તિ થયે છતે સદા પ્રવૃત્તિ થાય છે. (૨૯૦) इदमपि चातिचाररहितमेवानुपालनीयमिति अत: तानाहकंदप्पं कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च । उवभोगपरीभोगाइरेयगयं चित्थ वज्जइ ॥ २९१ ॥