________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૪૭
सचित्ताचित्तेषु द्विपदादिहिरण्यादिषु इच्छायाः परिमाणमिच्छापरिमाणं एतावतामूर्ध्वमग्रहणमित्यर्थः । एतत्पञ्चममुपन्यासकमप्रामाण्याद् भणितमणुव्रतं खलु समासतः सामान्येनानन्तज्ञानिभिस्तीर्थकरैरिति ॥ २७५ ॥
ચોથું અણુવ્રત કહ્યું. હવે પાંચમા અણુવ્રતને કહે છે– ગાથાર્થ તીર્થંકરોએ સામાન્યથી સચિત્ત-અચિત્ત વસ્તુઓમાં ઇચ્છાપરિમાણને પાંચમું અણુવ્રત કહ્યું છે.
ટીકાર્થ—દ્વિપદ વગેરે સચિત્ત છે. સુવર્ણ વગેરે અચિત્ત છે. ઇચ્છા પરિમાણ એટલે આ વસ્તુઓ આટલા પ્રમાણથી વધારે ગ્રહણ ન કરવી. (૨૭૫) भेण खित्तवत्थूहिरण्णमाईसु होइ नायव्वं ।
ડુપયાર્ડ્સ ય સમ્મે, વાળમેયસ્ત પુવ્રુત્ત ॥ ૨૭૬ ॥ [भेदेन क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यम् । द्विपदादिषु च सम्यक् वर्जनमेतस्य पूर्वोक्तम् ॥ २७६ ॥]
भेदेन विशेषेण क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यं किं इच्छापरिमाणमिति वर्तते, तत्र क्षेत्रं सेतु केतु च उभयं च, वास्त्वगारं खातमुच्छ्रितं खातोच्छ्रितं च, हिरण्यं रजतमघटितमादिशब्दाद्धनधान्यादिपरिग्रहः, एतदचित्तविषयं द्विपदादिषु चेत्येतत्सचित्तविषयं द्विपदचतुःपदापदादिषु दासीहस्तिवृक्षादिषु सम्यक् प्रवचनोक्तेन विधिना वर्जनमेतस्य पञ्चमाणुव्रतविषयस्य पूर्वोक्तं વયુહો ગુરુમૂળે ત્યાવિના પ્રથૈનેતિ ॥ ૨૬ ॥
ગાથાર્થ— વિશેષથી ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય આદિમાં અને દ્વિપદ આદિમાં ઇચ્છાપરિમાણ જાણવું. પૂર્વે (૧૦૮મી ગાથામાં) કહેલ વિધિથી ઇચ્છાપરિમાણનો (=ક્ષેત્ર આદિનો) સારી રીતે ત્યાગ કરવો.
ટીકાર્થ— ક્ષેત્ર– (ક્ષેત્ર એટલે જેમાં અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ.) ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. તેમાં નદી આદિના પાણીથી, રેંટ કે કોશ આદિ દ્વારા જે ભૂમિ સિંચાય તે સેતુ છે. વર્ષાકાલના પાણીથી જ જે ભૂમિ સિંચાય તે કેતુ છે. નદી આદિના પાણીથી અને વર્ષાકાળના પાણીથી એમ ઉભયથી જે ભૂમિ સિંચાય તે સેતુ-કેતુ છે.
વાસ્તુ (વાસ્તુ એટલે ઘર.) વાસ્તુના ખાત, ઉદ્ભૂિત અને ખાતોચ્છિત એમ ત્રણ ભેદ છે. (તેમાં ભોંયરું ખાત છે. મહેલ ઉચ્છિત છે. ભોંયરાવાળો મહેલ ખાતોચ્છિત છે.)