________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૪૫ कामा शब्दादयः भोगा रसादयः, एतेषु तीव्राभिलाषः अत्यन्ततदध्यवसायित्वम् ॥५॥ एतानि समाचरनतिचरति चतुर्थमणुव्रतमिति ॥ २७३ ॥
અતિચારોને કહે છેગાથાર્થ– ચોથા વ્રતના અતિચારોને કહે છે– શ્રાવક ચોથા અણુવ્રતમાં ઇત્વરીગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહકરણ અને કામભોગતીવાભિલાષ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે.
(૧) ઇત્વરીગમન- ઇત્વરી એટલે ભ્રમણ કરવાના સ્વભાવવાળી, અર્થાત્ (મૂલ્ય આપીને) થોડા સમય માટે સ્વીકારેલી વેશ્યા. (ગમન એટલે વિષયસેવન કરવું તે ઇત્વરીગમન.)
(૨) અપરિગૃહીતાગમન- અપરિગૃહીતા એટલે જેણે અન્યનું ભાડું નથી લીધું તેવી વેશ્યા, અથવા પતિ વિનાની કુલાંગના. અપરિગૃહીતા સાથે વિષયસેવન કરવું તે અપરિગૃહીતાગમન.
ઇત્વરીગમન સ્વસ્ત્રીસંતોષની અપેક્ષાએ અને અપરિગૃહીતાગમન પરસ્ત્રીત્યાગની અપેક્ષાએ અતિચાર છે.
(૩) અનંગક્રીડા- (અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ અને પુરુષચિહ્ન અંગ છે. તે સિવાયના સ્તન વગેરે અવયવો અનંગ છે.) સ્ત્રીના સ્તન, બગલ, છાતી, નાભિ અને મુખ વગેરે અનંગોમાં તેવી ક્રીડા=વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા છે. અથવા (અનંગ એટલે કામ=વિષયવાસના. કામની ક્રીડા તે અનંગક્રીડા.) સંભોગની ક્રિયા પૂર્ણ થવા છતાં તીવ્ર કામાભિલાષાના કારણે ચામડી વગેરેથી બનાવેલા પુરૂષલિંગ જેવા સ્થાલક વગેરે કૃત્રિમ સાધનોથી સ્ત્રીના યોનિપ્રદેશને સેવે તે અનંગક્રીડા.
(૪) પરવિવાહકરણ– કન્યાફળ મેળવવાની ઈચ્છાથી કે સ્નેહના સંબંધથી બીજાઓના સંતાનોનો વિવાહ કરવો તે પરવિવાહકરણ. શ્રાવક માટે તો પોતાના સંતાનોમાં પણ આટલાથી વધારે સંતાનોનો વિવાહ નહિ કરું એમ સંખ્યાનો અભિગ્રહ કરવો એ વ્યાજબી છે.
(૫) કામભોગતીવ્રાભિલાષ શબ્દ અને રૂપ કામ છે. ગંધ, રસ અને સ્પર્શ ભોગ છે. કામભોગોમાં તીવ્રાભિલાષ=અત્યંત કામ-ભોગના