________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - રપ૩ સ્મૃતિ અંતર્ધાન– મેં શું સ્વીકાર્યું અને કઈ મર્યાદાથી સ્વીકાર્યું એમ ભૂલી જવું તે સ્મૃતિ-અંતર્ધાન. નિયમના પાલનનું મૂળ નિયમની સ્મૃતિ છે. આથી નિયમની સ્મૃતિનો નાશ થતાં અવશ્ય નિયમનો નાશ થાય. આથી સ્મૃતિ-અંતર્ધાન અતિચાર છે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છેઉપરની દિશામાં જે પ્રમાણ કર્યું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તો ત્યાં ન જઈ શકાય. જો તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજો કોઈ લઈ આવે તો લઈ શકાય. અષ્ટાપદ, ગિરનાર વગેરે પર્વતોમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું. તથા તિર્થી દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન-વચન-કાયાથી ઉલ્લંઘન નહિ કરવું તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ નહિ કરવી જોઇએ. તે આ પ્રમાણે કરિયાણું લઈને પૂર્વદિશા તરફ પરિમાણ લીધું હોય ત્યાં સુધી જાય-પણ ત્યાં સુધીમાં કરિયાણું વેચાયું નહિ, આગળ જાય તો કરિયાણું વેચાય. આથી પશ્ચિમ દિશામાં જેટલા ગાઉ છૂટા હોય તે પૂર્વ દિશામાં ઉમેરી દે. પણ આમ ન કરવું જોઈએ. આમ કરવાથી અતિચાર લાગે. જો અજાણતાં પરિમાણનું ઉલ્લંઘન થઈ જાય તો ખ્યાલ આવે એટલે તુરત ત્યાંથી પાછા ફરવું જોઈએ.
વિસ્મૃત થઈ ગયું હોય (અહીંથી આગળ જવાનો નિયમ છે કે નહિ એમ વિસ્મરણ થઈ ગયું હોય) તો આગળ ન જવું જોઇએ. બીજાને પણ ન મોકલવો જોઈએ. મોકલ્યા વિના બીજો કોઈ ગયો હોય તો તેણે વિસ્મૃતક્ષેત્રમાં જે મેળવ્યું હોય તે ન લેવું જોઈએ. અથવા અજાણતાં સ્વયં જાય તો ત્યાંથી કોઈ વસ્તુ ન લેવી જોઇએ. (૨૮૩)
उक्तं सातिचारं प्रथमं गुणव्रतम् अधुना द्वितीयमुच्यतेउवभोगपरीभोगे, बीयं परिमाणकरणमो नेयं । अणियमियवाविदोसा, न भवंति कयम्मि गुणभावो ॥ २८४ ॥ [उपभोगपरिभोगयोः द्वितीयं परिमाणकरणं विज्ञेयम् । अनियमितव्यापिदोषाः न भवन्ति कृते गुणभावः ॥ २८४ ॥] उपभोगपरिभोगयोरिति उपभोगपरिभोगविषये यत्परिमाणकरणं तदेव द्वितीयं गुणव्रतं विज्ञेयमिति पदघटना । पदार्थस्तु- उपभुज्यत इत्युपभोगः