________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૫૬
બનાવેલ) અને અચિત્ત આહાર કરવો જોઈએ. અનેષણીય (=પોતાના માટે અલગ આરંભ કરીને બનાવેલો આહાર લેવો પડે તો પણ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. સચિત્તનો પણ સર્વથા ત્યાગ ન થઈ શકે તો અનંતકાય, બહુબીજ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. તેમાં અશનમાં આદુ, મૂળા, માંસ વગેરેનો, પાણીમાં માંસરસ, દારૂ વગેરેનો, ખાદિમમાં ઉબર પંચક વગેરેનો, સ્વાદિમમાં મધ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રમાણે વસ્ત્ર વગેરે પરિભોગમાં પણ સમજવું. શ્રાવકે જાડાં, સફેદ, અલ્પમૂલ્ય અને પરિમિત વસ્ત્રો પહેરવાં જોઈએ. શાસનના ગૌરવ માટે ઉપરનાં વસ્ત્રો વિષે વિકલ્પ છે, અર્થાત્ શાસનની પ્રભાવના માટે શરીરની ઉપરનાં વસ્ત્રો સૂક્ષ્મ, રંગીન અને બહુમૂલ્ય પણ પહેરે, યાવત્ દેવદૂષ્ય વગેરે વસ્ત્રો પણ પહેરે. પણ તેનું આટલાથી વધારે ન વાપરવાં એમ પરિમાણ કરવું જોઇએ. (કર્મસંબંધી વૃદ્ધસંપ્રદાય)– શ્રાવકે જો ધંધા વિના આજીવિકા ન ચાલી શકે તો અતિશય પાપવાળા ધંધાનો ત્યાગ કરવો જોઈએ. અહીં ઉપભોગ-પરિભોગ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે– એક પ્રહર સુધી વેપાર થાય તે એકવાર ગણાય ઈત્યાદિ વિવક્ષાથી જે કર્મ એકવાર કરાય તે ઉપભોગ કહેવાય છે. જે કર્મ વારંવાર કરાય તે પરિભોગ છે. કેટલાક કર્મમાં ઉપભોગ-પરિભોગ શબ્દનો અર્થ ઘટાવતા નથી.
પ્રશ્ન- ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં ઉપભોગ-પરિભોગની વસ્તુઓનું પરિમાણ આવે. જ્યારે અહીં કર્મનું પરિમાણ પણ જણાવ્યું છે. આનું શું કારણ ?
ઉત્તર- કર્મ ઉપભોગ-પરિભોગની વસ્તુઓનું કારણ છે. વેપાર આદિ કર્મ વિના ઉપભોગ-પરિભોગની વસ્તુઓ પ્રાપ્ત ન થાય. પાપભીરુએ ઉપભોગ-પરિભોગની વસ્તુઓના પરિમાણની જેમ તેના કારણે કર્મનું પણ પરિમાણ કરવું જોઇએ. આથી ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં કર્મના પરિમાણનો પણ સમાવેશ છે. (૨૮૫) तत्र भोजनतोऽभिधित्सयाहसच्चित्ताहारं खलु, तप्पडिबद्धं च वज्जए सम्मं । अप्पोलियदुप्पोलियतुच्छोसहिभक्खणं चेव ॥ २८६ ॥ [सचित्ताहारं खलु तत्प्रतिबद्धं च वर्जयेत् सम्यक् । अपक्वदुःपक्वतुच्छौषधिभक्षणं चैव ॥ २८६ ॥]