________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૫૦ ટીકાર્થ– શાસ્ત્રમાં દિશાઓ અનેક પ્રકારની કહી છે. તેમાં જે દિશામાં સૂર્યનો ઉદય થાય તે પૂર્વદિશા. પછી અનુક્રમે દક્ષિણ વગેરે દિશાઓ જાણવી. તેમાં પર્વત વગેરે ઉપર આટલા સુધી ચડવું, આનાથી વધારે ન ચડવું એમ ઊર્ધ્વ દિશામાં પરિમાણ કરવું તે ઊર્ધ્વ દિવ્રત છે. નીચે ઇંદ્રકૂપ વગેરેમાં આટલા સુધી ઊતરવું, આનાથી વધારે ન ઊતરવું એમ અધો દિશામાં પરિમાણ કરવું તે અધો દિવ્રત છે. પૂર્વ વગેરે દિશામાં આટલાથી વધારે ન જવું એમ દિશાપરિમાણ કરવું તે તિર્યમ્ દિવ્રત છે. આ વ્રત લેવાથી નિશ્ચિત કરેલા ક્ષેત્રથી બહાર સ્થાવર અને ત્રણ જીવો સંબંધી દંડનો ત્યાગ થાય એ ગુણ થાય છે.
શ્રીવીર- કર્મને વિદારે છે–તોડે છે, તપથી શોભે છે, અને તપવીર્યથી યુક્ત છે, તેથી વીર કહેવાયા છે. (૨૮૦).
अतो गुणदर्शनायाह, अथवा गुणव्रताकरणे दोषमाहतत्तायगोलकप्पो, पमत्तजीवोऽनिवारियप्पसरो । सव्वत्थ किं न कुज्जा, पावं तक्कारणाणुगओ ॥ २८१ ॥ [तप्तायोगोलकल्पः प्रमत्तजीवोऽनिवारितप्रसरः । सर्वत्र किं न कुर्यात् पापं तत्कारणानुगतः ॥ २८१ ॥]
तप्तायोगोलकल्पस्तप्तलोहपिण्डसदृशः कोऽसौ प्रमत्तजीवः प्रमादयुक्त आत्मासावनिवारितप्रसरोऽनिवृत्त्या अप्रतिहतप्रमादसामर्थ्यः सन् तथागते: सर्वत्र क्षेत्रे किं न कुर्यात्कुर्यादेव पापं अपुण्यं तत्कारणानुगतः प्रमादपापकारणानुगत इति ॥ २८१ ॥
ગુણને કરનારા વ્રતો તે ગુણવ્રતો એમ કહ્યું. આથી ગુણને બતાવવા માટે કહે છે, અથવા ગુણવ્રતને ન કરવામાં દોષને કહે છે–
ગાથાર્થ તપેલા લોઢાના ગોળા સમાન, પ્રમાદી, દિશાની નિવૃત્તિ ન કરવાથી જેણે પ્રમાદના બળને હણ્યો નથી તેવો, પાપનું કારણ એવા પ્રમાદને અનુસરેલો જીવ બધા ક્ષેત્રમાં તે રીતે ગમન કરવાથી શું પાપ ન કરે ? અર્થાત્ કરે જ. (૨૮૧). ૧. ઇંદ્રકૂપ શબ્દનો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. પણ પ્રસ્તુતમાં ઊંડો
કૂવો એવો અર્થ સંભવે છે.