________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૪૩
વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુના ભાવ વધી જાય, એથી આઠ ગણો લાભ થાય. આવા સંયોગોમાં શ્રાવક પોતાના પરિણામને (=ભાવ વધ્યા તે સારું થયું ઇત્યાદિ વિચારથી) ક્રૂર કર્યા વિના આઠ ગણો લાભ લે તો અદત્તાદાનનો દોષ ન લાગે. ‘દ્રવ્યાદિ એ સ્થળે આદિ શબ્દ દ્રવ્યના ભેદોને જણાવનાર છે.
આ કોઈનું પડી ગયેલું છે એમ જાણતો શ્રાવક પડી ગયેલી પણ બીજાની વસ્તુને ન લે. આ વિષે અપવાદ આ પ્રમાણે છે– જેની વસ્તુ પડી ગઈ છે તેને હું આ વસ્તુ આપીશ તો એ પ્રતિબોધ પામશે ઈત્યાદિ લાભ જણાય તો એ વસ્તુ લઈને જેની હોય તેને આપે. (૨૬૯)
उक्तं तृतीयाणुव्रतं सांप्रतं चतुर्थमाहपरदारपरिच्चाओ, सदारसंतोस मो वि य चउत्थं । दुविहं परदारं खलु, उरालवेउविभेएणं ॥ २७० ॥ [परदारपरित्यागः स्वदारसंतोषो ऽपि च चतुर्थम् । द्विविधं परदारं खलु औदारिकवैक्रियभेदेन ॥ २७० ॥]
परदारपरित्यागः परकलत्रपरिहारः न वेश्यापरित्यागः स्वदारसंतोषश्च स्वकलत्रसेवनमेव न वेश्यागमनमपि चतुर्थमित्येतच्चतुर्थमणुव्रतं । परदारमपि द्विविधमौदारिकवैक्रियभेदेन औदारिकं स्त्र्यादिषु वैक्रियं વિદ્યાધર્યાવિષ્યિતિ | ર૭૦ ||
ત્રીજું અણુવ્રત કહ્યું. હવે ચોથા અણુવ્રતને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– પરસ્ત્રીનો ત્યાગ અથવા સ્વસ્ત્રીમાં સંતોષ એ ચોથું અણુવ્રત છે. પરસ્ત્રીના ત્યાગમાં વેશ્યા આદિનો ત્યાગ થતો નથી. સ્વસ્ત્રી સંતોષમાં વેશ્યા આદિનો ત્યાગ થાય છે. પરસ્ત્રીના ઔદારિક અને વૈક્રિય એમ બે ભેદ છે. (સામાન્ય મનુષ્યોની) સ્ત્રીઓ વગેરે ઔદારિક છે. વિદ્યાધરીઓ વગેરે વૈક્રિય છે. (૨૭૦) वज्जणमिह पुवुत्तं, पावमिणं जिणवरेहिं पन्नत्तं । रागाईण नियाणं, भवपायवबीयभूयाणं ॥ २७१ ॥ [वर्जनमिह पूर्वोक्तं पापमिदं जिनवरैः प्रज्ञप्तम् । रागादीनां निदानं भवपादपबीजभूतानाम् ॥ २७१ ॥]