________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૪૨ (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ– વિરુદ્ધ બે રાજાઓનું રાજય તે વિરુદ્ધ રાજ્ય. વિરુદ્ધ રાજ્યમાં જવું તે વિરુદ્ધ રાજયાતિક્રમ. વિરુદ્ધ બે રાજાઓએ તે વખતે (=વિરોધ હોય ત્યારે) ત્યાં આવવાની રજા આપી નથી.
(૪) કૂટતુલ-કૂટમાન– કૂટ એટલે ખોટું, અર્થાત્ વધારે-ઓછું. તુલા એટલે જોખવાના (કિલો વગેરે) માપ. માન એટલે તલ વગેરે માપવાના કુડવ વગેરે માપાં. ઓછું આપે અને વધારે લે તે કૂટતુલ-કૂટમાન છે.
(૫) તત્પતિરૂપ વ્યવહાર– તત્ એટલે શુદ્ધ વસ્તુ. પ્રતિરૂપ એટલે સમાન. વ્યવહાર એટલે વેચવું. ડાંગર અને ઘી વગેરે શુદ્ધ વસ્તુના ફોતરા અને ચરબી વગેરે અશુદ્ધ (=નકલી) વસ્તુ નાખીને વેંચે, અર્થાત્ જે શુદ્ધ વસ્તુમાં જે અશુદ્ધ વસ્તુ મેળવી શકાય તેમાં તે વસ્તુ ભેળવીને વેચે તે ત–તિરૂપ વ્યવહાર છે. આનો ત્યાગ કરે. કારણ કે આ દોષોને આચરતો જીવ ત્રીજા વ્રતને દૂષિત કરે છે. (૨૬૮)
उचियं मुत्तूण कलं, दव्वाइकमागयं च उक्करिसं । निवडियमवि जाणतो, परस्स संतं न गिन्हिज्जा ॥ २६९ ॥ [उचितां मुक्त्वा कलां द्रव्यादिक्रमायातं चोत्कर्षम् । निपतितमपि जानानः परस्य सत्कं न गृह्णीयात् ॥ २६९ ॥]
उचितां मुक्त्वा कलां पञ्चकशतवृद्ध्यादिलक्षणां । द्रव्यादिक्रमायातं चोत्कर्षं यदि कथञ्चित्पूगफलादेः क्रयः संवृत्त इत्यष्टगुणो लाभकः अक्रूराभिसंधिना ग्राह्य एवेत्यर्थः आदिशब्दः स्वभेदप्रख्यापकः । तथा निपतितमपि जानानः परस्य सत्कं न गृह्णीयात् प्रयोजनान्तरं चोद्दिश्य समर्पिते प्रतिबुध्यतीत्यादि गृहीत्वा प्रत्यर्पयेदपीति ॥ २६९ ॥
ગાથાર્થ– ઉચિત વ્યાજને અને દ્રવ્યાદિના ક્રમથી આવેલા ઉત્કર્ષને (=ભાવવૃદ્ધિને) છોડીને બીજાની વસ્તુ ન લે. આ કોઇનું પડી ગયેલું છે એમ જાણતો શ્રાવક પડી ગયેલી પણ બીજાની વસ્તુ ન લે.
ટીકાર્થ– ઉચિત વ્યાજને– શ્રાવક પોતાની રકમ વ્યાજે આપે તો ઉચિત વ્યાજ લે. જેમ કે, સો રૂપિયા વ્યાજે આપ્યા હોય તો પાંચ દ્રમ્પ (પાંચ આના) જેટલું વ્યાજ લેવું એ ઉચિત વ્યાજ છે. શ્રાવક ઉચિત વ્યાજ લે તો અદત્તાદાન ન ગણાય. દ્રવ્યાદિના ક્રમથી આવેલા ઉત્કર્ષને છોડીને- પોતે સોપારી વગેરે જે