________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૪૦ दुर्व्यस्तविस्मृतस्य स्वामिना अदत्तस्य चौर्यबुद्ध्या ग्रहणं सचित्तादत्तादानं तथा वस्त्रकनकादेरचित्तादत्तादानमिति ॥ २६५ ॥ બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજા અણુવ્રતને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– અહીં અદત્તાદાનના પૂલ અને સૂક્ષ્મ એ બે પ્રકાર છે. તેમાં ચોરીના આરોપનો હેતુ હોવાના કારણે લોકવ્યવહારમાં ચોરી તરીકે પ્રસિદ્ધ થયેલ હોય તેવી અને અતિશય દુષ્ટ અધ્યવસાયપૂર્વક કરવામાં આવે તેવી ચોરી સ્થૂલ અદત્તાદાન છે. તેનાથી ઊલટી ચોરી સૂક્ષ્મ અદત્તાદાન છે. તેમાં સ્થૂલ અદત્તાદાનની વિરતિને અરિહંતોએ ત્રીજું અણુવ્રત કહ્યું છે. સ્થૂલ અદત્તાદાનના સચિત્ત વસ્તુ સંબંધી અને અચિત્તવસ્તુ સંબંધી એમ બે ભેદ છે. તેમાં ખેતર વગેરે સ્થળે સારી રીતે મૂકેલી, સારી રીતે નહિ મૂકેલી ગમે તેમ મૂકેલી, ભૂલાઈ ગયેલી અને માલિકે નહિ આપેલી દ્વિપદ આદિ સચિત્ત વસ્તુનું ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવું તે સચિત્ત અદત્તાદાન છે. વસ્ત્ર-સુવર્ણ વગેરે અચિત્ત વસ્તુ ચોરીની બુદ્ધિથી લેવી તે અચિત્ત અદત્તાદાન છે. (૨૬૫)
भेएण लवणघोडगसुवन्नरुप्पाइयं अणेगविहं । वज्जणमिमस्स सम्मं, पुव्वुत्तेणेव विहिणा उ ॥ २६६ ॥ [भेदेन लवणघोटकरुप्यसुवर्णाद्यनेकविधम् । वर्जनमस्य सम्यक् पूर्वोक्तेनैव विधिना ॥ २६६ ॥] भेदेन विशेषेणादत्तादानं लवणघोटकरूप्यसुवर्णाद्यनेकविधमनेकप्रकारं लवणघोटकग्रहणात्सचित्तपरिग्रहः रूप्यसुवर्णग्रहणादचित्तपरिग्रह इति वर्जनमस्यादत्तादानस्य सम्यक् पूर्वोक्तेन विधिना उपयुक्तो गुरुमूले (१०८) રૂત્યાદ્રિતિ || ર૬૬ ||
ગાથાર્થ વિશેષથી અદત્તાદાન મીઠું-અશ્વ-રૂપ્ય-સુવર્ણ વગેરે અનેક પ્રકારનું છે. પૂર્વે (૧૦૮મી ગાથામાં) કહેલ વિધિથી અદત્તાદાનનો સમ્યક્ ત્યાગ કરવો.
ટીકાર્થ– અહીં મીઠું અને અશ્વના ગ્રહણથી સચિત્ત અદત્તાદાન કહ્યું. રૂપ્ય અને સુવર્ણના ગ્રહણથી અચિત્ત અદત્તાદાન કહ્યું. (૨૬૬)
पडिवज्जिऊण य वयं, तस्सइयारे जहाविहिं नाउं । संपुन्नपालणट्ठा, परिहरियव्वा पयत्तेणं ॥ २६७ ॥ પૂર્વવત્ (ર૧૭)