________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૩૯
ટીકાર્થ– પિંગલ કારીગરના વચન જેવું વચન સ્વપીડા કરનારું છે. તું ચોર છે' ઇત્યાદિ વચન પરને પીડા કરનારું છે. એ પ્રમાણે સ્વ અને પર એમ ઉભયને પીડા કરનારા પણ વચનનો ત્યાગ કરવો.
[અહીં સ્વ-પર-ઉભયના પીડા કરનારા વચનની સ્પષ્ટતા માટે શ્રાવકનાં બાર વ્રતો યાને નવપદપ્રકરણ એ ગ્રંથનો અનુવાદ આ પ્રમાણે છે
સ્વપીડાજનક વચન આ પ્રમાણે છે– રાજાએ એક સરોવર ખોદાવ્યું. પછી રાજાએ શું કરવાથી સરોવરમાં પાણી ટકી રહે એવો પ્રશ્ન પિંગલ નામના કારીગરને પૂછ્યો. તેણે કહ્યું કે “મારા જેવા શુભ લક્ષણવાળા) પુરુષનું બલિદાન આપવામાં આવે તો સરોવરમાં પાણી ટકી રહે.” રાજાએ તેવા પુરુષની શોધ કરાવી, પણ તેવો પુરુષ મળ્યો નહિ. આથી રાજાએ પિંગલને જ બલિદાનમાં હોમી દીધો. આમ પિંગલનું વચન પોતાના જ મૃત્યુ માટે થયું. આમ આ વચન સ્વપીડાજનક છે.
“આ ચોર જાય છે” એવું વચન પરપીડાજનક છે. કારણ કે આવું વચન કોટવાળ વગેરે સાંભળે તો તેનો (જેને ચોર કહ્યો તેનો) નાશ કરે. આથી આ વચન પરપીડાનું કારણ છે. આ જ વચન સ્વ-પર ઉભય પીડાજનક પણ છે. કારણ કે આ વચન સાંભળીને ઉત્પન્ન થયેલા ગુસ્સાથી કદાચ તેને (=બોલનારને) મારી પણ નાખે. તથા કોટવાળ વગેરે ચોર વગેરેને મારી નાખે. આ પ્રમાણે આ વચન ઉભયપીડાજનક છે.] (૨૬૪)
उक्तं द्वितीयाणुव्रतं सांप्रतं तृतीयमाहथूलमदत्तादाणे, विई तच्चं दुहा य तं भणियं । सच्चित्ताचित्तगयं, समासओ वीयरागेहिं ॥ २६५ ॥ [स्थूलादत्तादाने विरतिः तच्च द्विधा च तद् भणितम् । સવિવિરતિ સમાત: વીતઃ | રદ્દ I] इहादत्तादानं द्विधा स्थूलं सूक्ष्मं च । तत्र परिस्थूलविषयं चौर्यारोपणहेतुत्वेन प्रसिद्धमतिदुष्टाध्यवसायपूर्वकं स्थूलम् । विपरीतमितरत् । तत्र स्थूलादत्तादानविषया विरतिनिवृत्तिस्तृतीयमणुव्रतमिति गम्यते । द्विधा च तददत्तादानं भणितं समासतः संक्षेपेण वीतरागैरर्हद्भिरिति योगः सचित्ताचित्तगतमिति सचित्तादत्तादानं अचित्तादत्तादानं च । तत्र द्विपदादेर्वस्तुनः क्षेत्रादौ सुन्यस्त