________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૩૭ ગાથાર્થ વ્રતને સ્વીકારીને તેને અતિચારોને યથાપ્રકાર જાણીને સંપૂર્ણ પાલન માટે પ્રયત્નથી સર્વ પ્રકારોથી અતિચારો તજવા જોઇએ. ટીકાર્થ– ૨૫૭મી ગાથાના ટીકાર્થ પ્રમાણે છે. (૨૬૨) सहसा अब्भक्खाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसयं कूडलेहकरणं च वज्जिज्जा ॥ २६३ ॥ [सहसाभ्याख्यानं रहस्येन च स्वदारमंत्रभेदं च । मृषोपदेशं कूटलेखकरणं च वर्जयेत् ॥ २६३ ॥]
सहसानालोच्याभ्याख्यानं सहसाभ्याख्यानं अभ्याख्यानमभिशपनમધ્યારોપ, તથા– “વીર: વં પારદ્વારિો વા' રૂત્યકિ શ . एकान्तस्तत्र भवं रहस्यं तेन तस्मिन्वाभ्याख्यानं रहस्याभ्याख्यानं, एतदुक्तं भवति- एकान्ते मन्त्रयमाणान् वक्त्येते हीदं चेदं च राजापकारित्वादि मन्त्रयन्ते इति ।२। स्वदारमन्त्रभेदं च स्वकलत्रविश्रब्धभाषितान्यकथनं चेत्यर्थः ।३। मृषोपदेशमसदुपदेशमिदमेवं चैवं च कुर्वित्यादिलक्षणं ।।। कूटलेखकरणम-न्यमुद्राक्षरबिम्बसरूपलेखकरणं च वर्जयेत् ५। यत एतानि समाचरनतिचरति द्वितीयमणुव्रतमिति ॥ २६३ ॥ ગાથાર્થ– બીજા અણુવ્રતના અતિચારોને કહે છે
સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્યઅભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય-ઉપદેશ, કૂટલેખ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે.
(૧) સહસા-અભ્યાખ્યાન- સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દોષોનો આરોપ મૂકવો. વિચાર્યા વિના ખોટો આરોપ મૂકવો એ સહસા અભ્યાખ્યાન છે. જેમ કે– વિચાર્યા વિના કોઇને તું ચોર છે, તું પરસ્ત્રીગમન કરનાર છે, વગેરે કહેવું.
(૨) રહસ્ય-અભ્યાખ્યાન-રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું છે રહસ્ય-અભ્યાખ્યાન. કોઇને એકાંતમાં મસલત કરતાં જોઈને કે સાંભળીને બીજાને કહે કે આ લોકો અમુક-અમુક રાજય વિરુદ્ધ વગેરે મસલત કરે છે.
(૩) સ્વદારમંત્રભેદ- દાર એટલે સ્ત્રી. મંત્ર એટલે ગુપ્ત વાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજા પાસે નહિ જાય