________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૩૫ भवति । कन्यागोभूम्यनृतन्यासहरणकूटसाक्षित्वानि । अनृतशब्दः पदत्रये प्रत्येकमभिसंबध्यते । तद्यथा- कन्यानृतमित्यादि, तत्र कन्याविषयमनृतं कन्यानृतम्, अभिन्नकन्यकामेव भिन्नकन्यकां वक्ति विपर्ययो वा । एवं गवानृतम्, अल्पक्षीरामेव बहुक्षीरां वक्ति विपर्ययो वा । एवं भूम्यनृतं, परसत्कामेवात्मसत्कां वक्ति व्यवहारे वा नियुक्तो ऽनाभवद्व्यवहारेणैव कस्यचिद्रागाद्यभिभूतो वक्ति अस्येयमाभवतीति । न्यस्यते निक्षिप्यत इति न्यासो रूपकाद्यर्पणं तस्यापहरणं न्यासापहारः । अदत्तादानरूपत्वादस्य कथं मृषावादत्वमिति उच्यते- अपलपतो मृषावाद इति । कूटसाक्षिकं उत्कोचमत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् कूटं वक्तीति ॥ २६० ॥
અતિચાર સહિત પહેલું અણુવ્રત કહ્યું. હવે બીજું અણુવ્રત કહેવાય છે–
ગાથાર્થ– સ્થૂલ મૃષાવાદની વિરતિ એ બીજું અણુવ્રત છે. સ્કૂલ મૃષાવાદ કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિ-અસત્ય, ન્યાસ-અપહરણ અને કૂટસાક્ષી એમ પાંચ પ્રકારે છે.
ટીકાર્થ– મૃષાવાદના પૂલ અને સૂક્ષ્મ એમ બે ભેદ છે. તેમાં અતિદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલું મોટી વસ્તુઓ સંબંધી અસત્ય સ્થૂલ છે, તેનાથી ઊલટું અસત્ય સૂક્ષ્મ છે. સૂક્ષ્મ અસત્યનું અહીં પ્રયોજન નથી. કારણ કે શ્રાવકનો અધિકાર હોવાથી સ્થૂલની જ વિરતિ કહેવાનું શરૂ કર્યું છે. તે મૃષાવાદ કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિ-અસત્ય, ન્યાસ-અપહાર અને કૂટસાક્ષી એમ પાંચ પ્રકારે છે.
કન્યા-અસત્ય- અખંડિત શીલવાલી કન્યાને ખંડિત શીલવાળી કહે. ખંડિત શીલવાળી કન્યાને અખંડિત શીલવાળી કહે.
ગાય-અસત્ય- અલ્પ દૂધ આપનારી ગાયને ઘણું દૂધ આપનારી કહે, ઘણું દૂધ આપનારી ગાયને અલ્પ દૂધ આપનારી કહે.
ભૂમિ-અસત્ય- બીજાની જમીનને પોતાની કહેવી અથવા ન્યાય આપવા માટે નિમાયેલ કોઈ જેની માલિકી ન હોય તેને જ ન્યાય આપવા માટે રાગાદિને વશ બનીને માલિક ન હોવા છતાં આ વસ્તુ આની જ છે એમ કહે.
ન્યાસાપહાર– ન્યાસ એટલે મૂકવું. બીજાએ વિશ્વાસથી મૂકેલી રૂપિયા વગેરે વસ્તુનું અપહરણ કરવું.