________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨૦ नियमो न संभवो इह, हंतव्वा किं तु सत्तिमित्तं तु । सा जेण कज्जगम्मा, तयभावे किं न सेसेसु ॥ २४२ ॥ [नियमो न संभव इह हन्तव्याः किन्तु शक्तिमात्रमेव । सा येन कार्यगम्या तदभावे किं न शेषेषु ॥ २४२ ॥] नियमो न संभव इहावश्यंता न संभव इहोच्यते यदुत यज्जातीय एको हतस्तज्जातीयाः सर्वे ऽपि हन्तव्या यज्जातीयस्तु न हतस्तज्जातीया न हन्तव्या एव किन्तु शक्तिमात्रमेव तज्जातीयेतरेषु व्यापादनशक्तिमात्रमेव संभवः । तत्कथं दोषो ऽनन्तरोदितो नैवेत्यभिप्राय इति एतदाशङ्क्याह- सा येन कार्यगम्येति सा शक्तिर्यस्मात्कार्यगम्या वर्तते अतो दोष इति वधमन्तरेण तदपरिज्ञानात् सति च तस्मिन् किं तयेत्यभिहितमेवैतत् ॥ अथ सा कार्यमन्तरेणाप्यभ्युपगम्यते इति एतदाशङ्कयाह- तदभावे कार्याभावे किं न शेषेषु सत्त्वेषु साभ्युपगम्यते तथा च सत्यविशेषत एव निवृत्तिसिद्धिरिति ॥ २४२ ॥
ગાથાર્થ– ટીકાર્થ– અહીં વાદી પોતાનો બચાવ કરતાં કહે છે કેઅહીં સંભવનો એવો અર્થ નથી કે જે જાતિનો એક જીવ હણાયો તે જાતિના બધા ય જીવો વધ્યા છે, અને જે જાતિનો એક જીવ ન હણાયો હોય તે જાતિના જીવો અવધ્ય જ છે. અહીં સંભવનો અર્થ શક્તિમાત્ર જ છે. એટલે કે જે જાતિનો એક જીવ હણાયો હોય તે જાતિના જીવોને મારવાની શક્તિ છે. જે જાતિનો એક જીવ ન હણાયો હોય તે જાતિના જીવોને મારવાની શક્તિ નથી. આમ મારવાની શક્તિમાત્ર જ સંભવ છે. આથી હમણાં (૨૪૧મી ગાથામાં) જે વ્યભિચાર દોષ જણાવ્યો તે દોષ છે જ નહિ. - વાદીના આવા મતની આશંકા કરીને ગ્રંથકાર કહે છે- તે શક્તિ કાર્યથી જાણી શકાય છે. વધ વિના તે શક્તિ જાણી શકાય નહિ. વધ થયે છતે વધ નિવૃત્તિથી શું? આ વાત પૂર્વે (૨૩૯મી ગાથામાં) જણાવી જ છે.
હવે “વધશક્તિ વધ કર્યા વિના પણ જાણી શકાય છે એમ અમે સ્વીકારીએ છીએ”, વાદીના મતની આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે- જો વધ કર્યા વિના પણ વધશક્તિ જાણી શકાય છે તો વિવક્ષિત જાતિ સિવાય અન્ય પ્રાણીઓ સંબંધી પણ વધશક્તિ કેમ સ્વીકારાતી નથી ? અર્થાત્ વિવક્ષિત કૃમિ આદિ જાતિ સિવાય અન્ય પ્રાણીઓને પણ