________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૨૧
મારવાની શક્તિ કેમ સ્વીકારાતી નથી ? જો આ સ્વીકારાય તો (જે જીવોનો વધ સંભવ હોય તે જીવોના વધની નિવૃત્તિ કરવી ઇત્યાદિ) વિશેષ વિના જ સામાન્યથી (=જે કોઇ ત્રસ હોય તે જીવોના) વનિવૃત્તિની સિદ્ધિ થાય. (૨૪૨)
स्यादेतन्न सर्वसत्त्वेषु सा अतो नाभ्युपगम्यत इति आह चनारगदेवाईसुं, असंभवा समयमाणसिद्धीओ ।
इत्तु च्चिय तस्सिद्धी, असुहासयवज्जणमदुट्ठा ॥ २४३ ॥ [नारकदेवादिष्वसंभवात्समयमानसिद्धेः । अत एव तत्सिद्धिः अशुभाशयवर्जनदुष्टा ॥ २४३ ॥] नारकदेवादिष्वसंभवाद् व्यापादनशक्तेर्निरुपक्रमायुषस्त इति आदिशब्दाद्देवकुरुनिवास्यादिपरिग्रहः कुत एतदिति चेत् समयमानसिद्धेरागमप्रामाण्यादिति । एतदाशङ्कयाह— अत एव समयमानसिद्धेः तत्सिद्धिः सर्वप्राणातिपातनिर्वृत्तिसिद्धिः “सव्वं भंते पाणाइवायं पच्चक्खामि " इत्यादिवचनप्रामाण्याद् आगमस्याप्यविषयप्रवृत्तिर्दुष्टैवेति एतदाशङ्कयाह- अशुभाशयवर्जनमिति कृत्वा अदुष्टा तद्वधनिवृत्तिः अन्तःकरणादिसंभवालम्बनत्वाच्चेति वक्ष्यतीति ॥ २४३ ॥
સર્વ જીવોના વધની શક્તિ નથી માટે સામાન્યથી વધનિવૃત્તિ સ્વીકારાતી નથી આવા પૂર્વપક્ષને કહે છે—
ગાથાર્થ– નારક–દેવોના અને દેવકુરુ નિવાસી વગેરે મનુષ્યોના વધની શક્તિ નથી. કારણ કે તે જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. આ વિષયમાં આગમનું પ્રમાણ છે.
વાદીના આવા મતની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– આગમના પ્રમાણથી જ સર્વ પ્રાણાતિપાતની નિવૃત્તિની સિદ્ધિ થાય છે. આગમના “હે ભગવંત ! હું સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું.” ઇત્યાદિ વચન પ્રમાણરૂપ છે.
આગમની પણ વિષયરહિત પ્રવૃત્તિ દુષ્ટ જ છે, અર્થાત્ આગમમાં કહ્યું હોય તો પણ જે પ્રવૃત્તિનો કોઇ વિષય ન હોય=જે પ્રવૃત્તિથી કોઇ ફળ ન મળતું હોય તે પ્રવૃત્તિ દુષ્ટ છે એવી પૂર્વપક્ષની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– સર્વ વનિવૃત્તિમાં અશુભ આશયનો ત્યાગ થાય છે એથી સર્વ વનિવૃત્તિ દોષરહિત છે. (અન્ત:રાવિસંમવા॰=)