________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૨૯ इतश्चेयं निवृत्तियुक्ता योगत्रिकनिबन्धना मनोवाक्काययोगपूर्विका प्रवृत्तिर्यद् यस्मादस्या अनिवृत्तेविषयः सर्व एव भवति विज्ञेयः पाठान्तरं योगत्रिकनिबन्धना निवृत्तिर्यस्मात्संगतार्थमेवेति ॥ २५४ ॥
ગાથાર્થ– આથી નિવૃત્તિયુક્ત છે. પ્રવૃત્તિ મન-વચન-કાયાથી થાય છે. તેથી સઘળા ય જીવો અનિવૃત્તિના વિષય જાણવા.
ટીકાર્થ– જીવ કોઈ પણ પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરે છે. વધુ પણ મન-વચન-કાયાથી કરે છે. આથી સઘળા ય જીવો અનિવૃત્તિનો વિષય છે. (આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે નરક વગેરેના જીવોનો કાયાથી ભલે વધ ન કરી શકાય, પણ મન-વચનથી તો કરી શકાય. માટે જ સર્વ જીવોના વધની મન-વચન-કાયાથી નિવૃત્તિ કરવી જોઈએ.)
અહીં ટીકાકાર મૂળ ગાથાના પૂર્વાર્ધમાં પ્રવૃત્તિ શબ્દના સ્થાને નિવૃત્તિ એવો પાઠાંતર જણાવે છે. એ પાઠાંતર પ્રમાણે ગાથાનો અર્થ આ પ્રમાણે છે– આથી નિવૃત્તિ યુક્ત છે. મન-વચન-કાયાથી નિવૃત્તિ થાય છે. તેથી નિવૃત્તિનો વિષય સઘળા ય જીવો જાણવા. (૨૫૪)
तथा चाह
किं चिंतेइ न मणसा, किं वायाए न जंपए पावं । न य इत्तो वि न बंधो, ता विई सव्वहा कुज्जा ॥ २५५ ॥ [किं चिन्तयति न मनसा किं वाचा न जल्पति पापम् ।। न चेतो ऽपि न बन्धः तस्माद्विरतिं सर्वथा कुर्यात् ॥ २५५ ॥]
किं चिन्तयति न मनसा अनिरुद्धत्वात्सर्वत्राप्रतिहतत्वात् तस्य किं वाचा न जल्पति पापं तस्या अपि प्रायोऽनिरुद्धत्वादिति न चातो ऽपि योगद्वयव्यापारान्न बन्धः ? किन्तु बन्ध एव, यस्मादेवं तत् तस्माद् विरतिं सर्वथा कुर्यात् अविशेषेण कुर्यादित्यर्थः ॥ २५५ ॥ તે પ્રમાણે (જીવો ત્રણ યોગથી પાપ કરે છે એ પ્રમાણે) કહે છે–
ગાથાર્થ– શું જીવ મનથી પાપ ચિંતવતો નથી ? શું વાણીથી પાપ બોલતો નથી ? આનાથી પણ બંધ નથી થતો એમ નથી. માટે વિરતિ સર્વથા કરવી જોઇએ.
ટીકાર્થ– જીવ મનથી પાપ ચિંતવે છે. કારણ કે મનને ક્યાંય રોકી