________________
શ્રાવક પ્રાપ્તિ • ૨૩૨ तालेइ । छविच्छेओ अणट्ठाए तहेव, णिरवेक्खो हत्थपायकन्नहोट्ठणक्काइ निद्दयाए छिदइ, सावेक्खो गंडं वा अरइयं वा छिदेज्ज वा दहेज्ज वा । अइभारो ण आरोवेयव्वो, पुचि चेव जा वाहणाए जीविया सा मुत्तव्वा, न होज्ज अन्ना जीविया ताहे दुपदो जं सयं चेव उक्खिवइ उत्तारेइ वा भारं एवं वहाविज्जइ, बइल्लाणं जहा साभावियाओ वि भाराओ ऊणओ कीरइ, हलसगडेसु वि वेलाए चेव मुंचइ, आसहत्थीसु वि एस चेव विही। भत्तपाणओच्छओ ण कस्सइ कायव्वो तिक्खच्छुहो मा मरेज्ज, तहेव अणट्ठाए दोसा परिहरेज्जा, सावेक्खो पुण रोगनिमित्तं वा वायाए वा भणेज्जा अज्जं ण ते देमित्ति, संतिणिमित्तं वा उववासं कारावेज्जा, सव्वत्थ वि जयणा, जहा थूलगपाणाइवायस्स अइयारो न भवइ तहा पयइव्वंति ॥ २५८ ॥ પહેલા અણુવ્રતના અતિચારોને કહે છે
ગાથાર્થ બળદ-મનુષ્ય આદિના બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાન વિચ્છેદ ક્રોધાદિથી દૂષિત મનવાળો થઈને ન કરે.
ટીકાર્થ– બંધ-દોરડી-દોરડા આદિથી બાંધવું. વધ=ચાબુક આદિથી મારવું. છવિચ્છેદકછવિ એટલે શરીર, તેનો છેદ કરવો અર્થાત્ કરવત આદિથી શરીરના અંગોને કાપવાં.
અતિભાર=શક્તિથી અધિક સોપારી વગેરેનો ભાર ખાંધ-પીઠ ઉપર મૂકવો. ભક્તપાન વિચ્છેદ=ભક્ત એટલે ભાત વગેરે આહાર. પાન એટલે પાણી વગેરે પીવા યોગ્ય વસ્તુ. તેનો વિચ્છેદ કરવો અર્થાત્ ન આપવું તે ભક્ત-પાન વિચ્છેદ.
આ દોષોને સેવતો જીવ પ્રથમ અણુવ્રતનું ઉલ્લંઘન કરે છે. આ દોષોને ક્રોધાદિથી દૂષિત મનવાળો થઇને ન કરે એમ કહેવાથી અપવાદને કહે છે– બીજી રીતે કરવામાં નિષેધ જાણ્યો નથી.
અહીં પૂર્વાચાર્યોએ કહેલ વિધિ આ પ્રમાણે છે– બંધ- બે પગા કે ચારપગા પ્રાણીઓનો બંધ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ બંધ કરવો યોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. નિર્ભય બનીને અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષ બંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દોરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષબંધ. ચોપગા પ્રાણીના બંધની