________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૨૮
उपसंहरन्नाह—
ता बंधमणिच्छंतो, कुज्जा सावज्जजोगविनिवित्तिं । अविसयअनिवित्तीए, सुहभावा दढयरं स भवे ॥ २५३ ॥ [तस्मात् बन्धमनिच्छन् कुर्यात् सावद्ययोगनिवृत्तिम् । अविषयानिवृत्त्या अशुभभावात् दृढतरं स भवेत् ॥ २५३ ॥] यस्मादेवं तस्माद्बन्धमनिच्छन्नात्मनः कर्मणां कुर्यात्सावद्ययोगविनिवृत्तिमोघतः सपापव्यापारनिवृत्तिमित्यर्थः अविषयानिवृत्त्या नारकादिवधाभावे ऽपि तदनिवृत्त्या अशुभभावादविषये पि वधविरतिं न करोतीत्यशुभो भावस्तस्मात् दृढतरं सुतरां स भवेद् बन्धो भावप्रधानत्वात्तस्येति ॥ २५३ ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ ટીકાર્થ– તેથી પોતાના કર્મબંધને નહિ ઇચ્છતા જીવે સાવઘયોગની નિવૃત્તિને (='સામાન્યથી પાપવાળા વ્યાપારની નિવૃત્તિને) કરવી જોઇએ. અવિષયની અનિવૃત્તિના કારણે અશુભભાવથી સુતરાં બંધ થાય. કારણ કે બંધમાં ભાવ મુખ્ય છે.
અવિષયની અનિવૃત્તિ એટલે પોતે નારકો વગેરે જે જીવોને મારી શકે તેમ નથી તેવા જીવોને મારવાની નિવૃત્તિ ન કરવી. પોતે જે જીવોને મારી શકે તેમ નથી તેવા જીવોને પણ મારવાની નિવૃત્તિ નથી કરતો એથી જ એનામાં અશુભ ભાવ છે એ નિશ્ચિત થાય છે. આ અશુભભાવના કારણે ના૨ક વગેરે જીવોને ન મારવા છતાં તેને અશુભ કર્મબંધ થાય. કારણ કે બંધમાં ભાવની મુખ્યતા છે. (૨૫૩)
इत्तो य इमा जुत्ता, जोगतिगनिबन्धणा पवित्तीओ ।
जं ता इमीइ विसओ, सव्वु च्चिय होइ विन्नेओ ॥ २५४ ॥ [ इतश्चेयं युक्ता योगत्रिकनिबन्धना प्रवृत्तिः ।
यद् अस्याः विषयः सर्व एव भवति विज्ञेयः ॥ २५४ ॥]
૧. પૂર્વે (ગા. ૨૩૫માં) વાદીએ કહ્યું હતું કે જે જીવોના વધનો સંભવ છે તે જીવોના વધની નિવૃત્તિ યોગ્ય છે, અસંભવની નહિ. આથી અહીં ‘સામાન્યથી' એમ કહ્યું છે. સામાન્યથી એટલે સંભવ-અસંભવ એવો ભેદ પાડ્યા વિના સામાન્યથી. २. अशुभपरिणाम एव हि प्रधानं बन्धकारणं, तदङ्गतया तु बाह्यम् । तदङ्गतया તુ=અશુમરિળામાર્તયા, વાદ્ય-અન્ત:પુરાન્તિ (ધ.બિ. અ-૭ સૂ-૩)