________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૨૬
अस्त्येवाभिसंधिरनन्तरोदितलक्षणः सर्वेषु कुतो ऽविशेषप्रवृत्तितः सामान्येन वधप्रवृत्तेः यथा तेषु रिपुद्रङ्गनिवासिषु वैरवतः ततश्चाप्रवृत्तावपि वधे अनिवृत्तिज एव तेषामिव वैरवतां दोष एवमनिवृत्तस्य गर्भार्थो भावित વ્રુત્તિ ॥ ૨ ॥
વાદીની આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ ટીકાર્થ સર્વ જીવોના વધનો પરિણામ છે જ. કારણ કે સામાન્યથી વધપ્રવૃત્તિ થાય છે. જેમ કે, વૈરવાળાને ઢંગનિવાસી સર્વ શત્રુઓમાં વૈર હોય છે. તેથી વૈરવાળાઓની વધમાં પ્રવૃત્તિ ન થવા છતાં વૈરવાળાઓને વૈરની અનિવૃત્તિથી જ થનારો દોષ છે જ. તેવી રીતે પ્રસ્તુતમાં વધમાં પ્રવૃત્તિ ન થવા છતાં અનિવૃત્તિથી થનારો દોષ છે જ. આ પ્રમાણે વધથી અનિવૃત્તના રહસ્યાર્થની ભાવના કરી જ છે. (૨૫૧) अदृष्टान्त एवायं सर्वसत्त्वैर्वैरासंभवादिति आशङ्कयाह
सव्वेसि विराहणओ, परिभोगाओ य हंत वेराई ।
सिद्धा अणाइनिहणो, जं संसारो विचित्तो य ॥ २५२ ॥ [सर्वेषां विराधनात् परिभोगाच्च हन्त वैरादयः ।
सिद्धाः अनादिनिधनो यत् संसारो विचित्रश्च ॥ २५२ ॥]
सर्वेषां प्राणिनां विराधनात् तेन तेन प्रकारेण परिभोगाच्च स्रक्चन्दनोपकरणत्वेन हन्त वैरादयः सिद्धाः हन्त संप्रेषणे स्थानान्तरप्रापणे सति वैरोन्माथकादयः कूटयन्त्रकादयः प्रतिष्ठिताः सर्वसत्त्वविषया इति । उपपत्त्यन्तरमाहअनादिनिधनो यत्संसारो विचित्रश्चातो युज्यते सर्वमेतदिति ॥ २५२ ॥
બધા જીવોની સાથે વૈરનો સંભવ ન હોવાથી આ દૃષ્ટાંત બરોબર નથી આવી આશંકા કરીને કહે છે—
ગાથાર્થ— ટીકાર્થ— સર્વ જીવોને તે તે રીતે દુ:ખ આપવાથી અને સર્વ જીવોનો માળા-ચંદન વગેરે ઉપકરણરૂપે પરિભોગ કરવાથી વૈર વગેરે સિદ્ધ છે. એક સ્થાનથી બીજા સ્થાનની પ્રાપ્તિ થયે છતે સર્વ જીવો સંબંધી વૈ૨, (માછલા વગેરે પકડવાની) જાળ, પશુ પક્ષીઓને ફસાવવાના ફૂટ યંત્રો વગેરે પ્રસિદ્ધ છે, અર્થાત્ જાળ અને કૂટયંત્રો આદિ દ્વારા સર્વ જીવોને દુઃખ આપ્યું છે. અહીં બીજી યુક્તિને કહે છે– સંસાર અનાદિ-અનંત છે અને વિચિત્ર છે. એથી આ બધું ઘટે છે.