________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭૮ विज्ञेय इति । विपक्षव्यवच्छेदार्थमाह- न चैकस्वभावे न च नित्याधेकर्मिण्येवात्मनि संसारादयो घटन्त इति गाथासमुदायार्थः ॥ १८१ ॥ હવે નિત્યત્વ-અનિત્યત્વની સ્થાપના કરવા માટે કહે છે–
ગાથાર્થ- સંસારથી અને લોક વ્યવહારથી જીવ નિત્ય-અનિત્ય જાણવો. જો જીવ એક સ્વભાવવાળો હોય તો સંસાર વગેરે ન ઘટે.
ટીકાર્થ– “તે જ જીવો નરકમાં જાય છે” ઈત્યાદિ (ચાર ગતિ રૂપ) સંસારથી અને જીવ ગયો જીવ આવ્યો” ઈત્યાદિ લોકવ્યવહારથી જીવ કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય જાણવો. વિરુદ્ધ પક્ષનો વ્યવચ્છેદ ( નિષેધ) કરવા માટે કહે છે– નિત્યત્વ આદિ એક ધર્મવાળા જ આત્મામાં સંસાર વગેરે ન ઘટે.
આ પ્રમાણે ગાથાનો આ સામાન્ય અર્થ છે. (૧૮૧) अधुना अवयवार्थमाहनिच्चस्स सहावंतरमपावमाणस्स कह णु संसारो । जंमाणंतरनट्ठस्स चेव एगंतओ मूलो ॥ १८२ ॥ [नित्यस्य स्वभावान्तरमप्राप्नुवतः कथं नु संसारः । ગન્માનન્તરન9ચૈવ પછાતોડમૂતઃ II ૨૮૨ ll] नित्यस्याप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेन हेतुना स्वभावान्तरमप्राप्नुवतः सदैवैकरूपत्वात् कथं नु संसारो नैव विचित्रत्वात्तस्य जन्मानन्तरनष्टस्यैव च सर्वथोत्पत्त्यनन्तरापवर्गिणः एकान्ततोऽमूलः तस्यैव तथापरिणामवैकल्यत एकान्तेनैवाकारणः कुतः संसार इति ॥ १८२ ॥ હવે ઉક્ત ગાથાના વિશેષ અર્થને કહે છે
ગાથાર્થ– અન્ય સ્વભાવને ન પામનારા નિત્ય આત્માનો સંસાર કેવી રીતે ઘટે? ઉત્પત્તિ પછી તરત નાશ પામનારનો સંસાર એકાંતે મૂલરહિત છે.
ટીકાર્થ– નાશ અને ઉત્પત્તિથી રહિત સ્થિર એક સ્વભાવવાળો હોવાથી અન્ય સ્વભાવને (=સ્વરૂપને) ન પામનારા અને એથી જ સદાય એક સ્વરૂપવાળા આત્માનો સંસાર કેવી રીતે ઘટે ? અર્થાતુ ન ઘટે. કારણ કે સંસાર વિચિત્ર છે વિવિધ સ્વરૂપવાળો છે. તથા ઉત્પત્તિ પછી તરત સર્વથા નાશ પામનારા આત્માનો સંસાર એકાંતે મૂલરહિત છે, અર્થાત્