________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૮૦ તેથી=એકાંતે નિત્ય-અનિત્ય આત્મામાં ગમનાગમનાદિ વ્યવહાર ઘટી શકતો ન હોવાથી.
આત્મા પરિણામ જાણવો– પરિણામનું લક્ષણ આ છે- મૂળ વસ્તુ રૂપાંતરને પામે છે તે પરિણામ. પરિણામના જ્ઞાતાઓને મૂળ વસ્તુ સર્વથા નાશ ન પામે અને તેવીને તેવી ન રહે, કિંતુ રૂપાંતરને પામે તે પરિણામ ઈષ્ટ છે.” (૧૮૩)
एतदेव भावयतिजह कंचणस्स कंचणभावेण अवट्ठियस्स कडगाई ।। उप्पज्जंति विणस्संति चेव भावा अणेगविहा ॥ १८४ ॥ [यथा काञ्चनस्य काञ्चनभावेन अवस्थितस्य कटकादयः । उत्पद्यन्ते विनश्यन्ति चैव भावा अनेकविधाः ॥ १८४ ॥]
यथा काञ्चनस्य सुवर्णस्य काञ्चनभावेन सर्वभावानुयायिन्या सुवर्णसत्तया अवस्थितस्य कटकादयः कटककेयूरकर्णालङ्कारादयः उत्पद्यन्ते आविर्भवन्ति विनश्यन्ति च तिरोभवन्ति च भावाः पर्यायाः अनेकविधा अन्वयव्यतिरेकवन्तः स्वसंवेदनसिद्धा अनेकप्रकारा इति ॥ १८४ ॥ ૧. તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પરિણામનું લક્ષણ આ પ્રમાણે છે- તાવઃ પરિVIA: I ૧-૪૨ | અર્થ– તેનો ( દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ તે પરિણામ.
દ્રવ્યો અને ગુણો જે સ્વરૂપે બને તે સ્વરૂપ દ્રવ્યોનો અને ગુણોનો પરિણામ છે. અર્થાત્ સ્વજાતિનો (કદ્રવ્યત્વનો કે ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યનો કે ગુણનો જે વિકાર તે પરિણામ.
દ્રવ્ય કે ગુણ પ્રતિસમય વિકારને (=અવસ્થાંતરને) પામે છે. છતાં તેના મૂળ સ્વરૂપમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. મનુષ્ય, દેહ, પશુ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને ( વિકારને) પામવા છતાં જીવમાં જીવત્વ કાયમ રહે છે. જીવત્વમાં કોઈ જાતનો વિકાર થતો નથી. આથી મનુષ્યત્વ, દેવત્વ વગેરે જીવના પરિણામો છે. એ પ્રમાણે આત્માના ચૈતન્ય ગુણના ઘટજ્ઞાન, પટજ્ઞાન, ઘટદર્શન, પટદર્શન વગેરે વિકારો થવા છતાં મૂળ ચૈતન્યગુણમાં કોઈ જાતની વિકૃતિ થતી નથી. આથી ઘટજ્ઞાન, ઘટદર્શન વગેરે આત્માના ચૈતન્યગુણના પરિણામો છે. ચૈતન્યની જ્ઞાનોપયોગ આદિ વિકૃતિ થવા છતાં તે દરેકમાં ચૈતન્ય કાયમ રહે છે.
પુગલના યણુક, ચણક, ચતુરણુક આદિ અનંત પરિણામો છે. તે દરેકમાં પુદ્ગલત્વ (પુદ્ગલ જાતિ) કાયમ રહે છે. રૂપ આદિ ગુણના શ્વેત, નીલ આદિ અનેક પરિણામો છે. તે દરેકમાં રૂપ– (=રૂપજાતિ) આદિ કાયમ રહે છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો વિશે પણ સમજવું.