________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૦૭
अभ्युपगम्यमाने प्राप्नोत्यभावः सुखदुःखसंसारमोक्षाणामिति योगः कुत: स्वकृतस्य निःफलत्वात् निःफलत्वं चान्यकृतेन प्रतिबन्धादिति ॥ २१८ ॥ પૂર્વપક્ષ— વધ્યનું તે કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી ચારિત્રનો ભાવ જ ન થાય. આ પૂર્વપક્ષનો અહીં ઉત્તર કહે છે–
ગાથાર્થ ટીકાર્થ વધ્યે કરેલા કર્મના કારણે વધકના ચારિત્રના અભાવને સ્વીકારવામાં સુખ-દુઃખ અને સંસાર-મોક્ષનો અભાવ થાય. કારણ કે અન્યે કરેલા કર્મથી સ્વકૃતનો પ્રતિબંધ થવાથી અન્યે કરેલા કર્મના કારણે સ્વકૃત કર્મની નિષ્ફળતા થાય છે.
અહીં ભાવાર્થ આ છે– જો વધ્ય જીવે કરેલા કર્મથી વધકના ચારિત્રનો અભાવ થાય તો એનો અર્થ એ થયો કે વચ્ચે કરેલું કર્મ મુખ્ય બન્યું. સ્વકૃત કર્મથી કંઇ ન થાય. જે કંઇ થાય તે અન્યકૃત કર્મથી થાય. એથી સ્વકૃતકર્મથી એને સુખ કે દુઃખ ન મળે. એથી સ્વકૃત કર્મથી એનો સંસાર ન થાય, અને સ્વકર્મના નાશથી મોક્ષ પણ ન થાય. (૨૧૮)
अकयागमकयनासा, सपरेगत्तं च पावई एवं ।
तच्चरणाउ च्चिय तओ, खओ वि अणिवारियप्पसरो ॥ २१९ ॥ [अकृतागमकृतनाशौ स्वपरैकत्वं च प्राप्नोत्येवम् । तच्चरणतः एव ततः क्षयो ऽपि अनिवारितप्रसरः ॥ २१९ ॥]
अकृतागमकृतनाशौ तेनाकृतमपि तस्य प्रतिबन्धकमित्यकृतागमः शुभपरिणामभावेऽपि च तत: प्रतिबन्धात्तत्फलमिति कृतनाश: स्वपरैकत्वं च प्रतिबन्धकाविशेषात् प्राप्नोत्येवं तच्चरणत एव ततः क्षयोऽप्यनिवारितप्रसरस्तस्येति ॥ २१९ ॥
ગાથાર્થ— એ પ્રમાણે અકૃતાગમ-કૃતનાશ અને સ્વ-પરનું એકત્વ થાય. તેથી તેના ચારિત્રથી જ પ્રતિબંધ વિના જ તેના કર્મનો ક્ષય થાય.
ટીકાર્થ— વધકે ચારિત્રમાં પ્રતિબંધ કરનાર કર્મ ન કર્યું હોવા છતાં વધ્યનું કર્મ ચારિત્રમાં પ્રતિબંધક થયું. એથી અકૃતનું આગમન થયું. વધકના આત્મામાં ચારિત્રનો શુભભાવ થયો હોવા છતાં તે પ્રતિબંધથી ચારિત્ર ન લઇ શકવાથી શુભભાવનું ફળ ન મળ્યું. એથી કૃતનો નાશ થયો. તથા પ્રતિબંધકનો ભેદ ન હોવાથી (વધક પણ વધ્યનો પ્રતિબંધક બની શકતો હોવાથી) સ્વ-પરની (=વધ્ય-વધકની) એકતા થાય.