________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ : ૧૮૮
उपसंहरन्नाहअन्नुन्नाणुगमाओ, भिन्नाभिन्नो तओ सरीराओ । तस्स य वहमि एवं, तस्स वहो होइ नायव्वो ॥ १९० ॥ [अन्योन्यानुगमात् भिन्नाभिन्नाऽसौ शरीरात् । तस्य च वधे एवं तस्य वधो भवति ज्ञातव्यः ॥ १९० ॥]
अन्योन्यानुगमात् जीवशरीरयोरन्योन्यानुवेधाद् भिन्नाभिन्नो ऽसौ जीवः शरीरात्। आह- अन्योन्यरूपानुवेधे इतरेतररूपापत्तिस्ततश्च नामूर्तं मूर्ततां याति, मूर्तं नायात्यमूर्ततां । द्रव्यं त्रिष्वपि कालेषु, च्यवते नात्मरूपतः ॥ इति वचनाद्भगवन्मतविरोधः, न, भगवद्वोदृढदानात् आलदानात्, नानुभवविरुद्धवस्तुवादी भगवान् नयविषयत्वात्, तस्य च शरीरस्य वधे घाते एवमुक्तन्यायाज्जीवानुवेधसिद्धौ, तस्य जीवस्य वधो भवति ज्ञातव्य इति ॥ १९० ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– પરસ્પર સંબંધ હોવાથી જીવ શરીરથી ભિન્નભિન્ન છે. પરસ્પર સંબંધ સિદ્ધ થયે છતે દેહના વધમાં જીવનો વધ જાણવો.
ટીકાર્થ- જીવ-શરીરનો પરસ્પર સંબંધ હોવાથી (=જીવ-શરીર પરસ્પર મળેલા હોવાથી) જીવ શરીરથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે.
પૂર્વપક્ષ– જો જીવ-શરીરનો પરસ્પર સંબંધ છે ( જીવ-શરીર પરસ્પર મળેલા છે) તો પરસ્પરના સ્વરૂપની પ્રાપ્તિ થાય, અર્થાત્ જીવ કે જે અરૂપી છે તે રૂપી બને, અને શરીર કે જે રૂપી છે, તે અરૂપી બને. એમ થાય તો ભગવાનના વચનમાં વિરોધ આવે. ભગવાનનું વચન આ પ્રમાણે છે- “અરૂપી દ્રવ્ય ક્યારે ય રૂપી બનતું નથી અને રૂપી ક્યારે ય અરૂપી બનતું નથી. દ્રવ્ય ત્રણે ય કાળમાં પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ બનતું નથી.”
જો પરસ્પરના સ્વરૂપની પ્રાપ્તિ થાય તો ભગવાનના આ વચનની સાથે વિરોધ આવે.
ઉત્તરપક્ષ– ભગવાનના ઉક્ત વચનની સાથે વિરોધ નથી. કારણ કે ૧. અહીં માવદાનાત્ ગાલાનાત્ આટલા પદો વધારે જણાય છે.