________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૦૩ અહીં દોષ કહે છે- જો વધ કરનાર સ્વયમેવ પોતાના મારવાના સ્વભાવથી તેને હણે છે તો દેવદત્ત વગેરે બીજાને પણ કેમ હણતો નથી? કારણ કે નિમિત્તભાવમાં કોઈ ભેદ નથી. નિમિત્તરૂપે દેવદત્ત વગેરે બધા સમાન છે. (૨૧૧).
न य सव्वो सव्वं चिय, वहेइ निययस्सभावओ अह न । वज्झस्स अफलकम्मं, वहगसहावेण मरणाओ ॥ २१२ ॥ [न च सर्वः सर्वमेव हन्ति नियतस्वभावतः अथ न । वध्यस्याफलं कर्म वधकस्वभावेन मरणात् ॥ २१२ ॥] न च सर्वो व्यापादकः सर्वमेव व्यापाद्यं हन्ति अदर्शनान्नियतस्वभावतो ऽथ न अथैवं मन्यसे नियतहन्तृस्वभावात् न सर्वान्हन्तीत्येतदाशङ्क्याहवध्यस्य व्यापाद्यस्याफलं कर्म कुतो वधकस्वभावेन मरणात् यो हि यद्व्यापादनस्वभावः स तं व्यापादयतीति निःफलं कर्मापद्यते, न चैतदेवं, तस्मात्तस्यैवासो दोषो यत्तथा कर्म कृतमनेनेति । वधकोऽनपराध इति एष પૂર્વપક્ષઃ | ૨૨૨ /
ગાથાર્થ– ટીકાર્થ– જો વધ કરનાર પોતાના સ્વભાવથી વધ કરતો હોય તો બધાનો વધ થવો જોઇએ. આના અનુસંધાનમાં અહીં કહે છે કે- વધ કરનાર બધા જ વધ કરવાને યોગ્ય બધાને હણતા નથી. કેમ કે તેવું જોવામાં આવતું નથી.
હવે જો તમે એમ કહો કે, વધ કરનારનો અમુક જીવોને જ મારવા એવો નિયત સ્વભાવ છે, તેથી વધ કરનારા બધા જ બધાને હણતા નથી, આવી આશંકા કરીને કહે છે– એમ માનવામાં તો વધ કરવા યોગ્ય જીવનું કર્મ નિષ્ફળ થયું. કારણ કે તેનું મૃત્યુ પોતાના કેવા કર્મથી નહિ, કિંતુ વધ કરનારના સ્વભાવથી થયું છે. જે જેને મારવાના સ્વભાવવાળો હોય તે તેને મારે છે. એથી મરનારનું કર્મ નિષ્ફળ બને. આ આ પ્રમાણે નથી. ( મરનાર મારનારના સ્વભાવથી મરે છે એવું નથી.) તેથી મરનારનો જ આ દોષ છે કે તેણે “મારે આનાથી મરવું” એવા પ્રકારનું કર્મ કર્યું. તેથી વધ કરનાર નિર્દોષ છે. આ પૂર્વપક્ષ છે. (૧૨)
अत्रोत्तरमाहनियकयकम्मुवभोगे, वि संकिलेसो धुवं वहंतस्स । तत्तो बंधो तं खलु, तव्विईए विवज्जिज्जा ॥ २१३. ॥