________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯૩ न हि नैव दीर्घकालिकस्यापि प्रभूतकालवेद्यस्यापि उपक्रमतः स्वल्पकालवेदनेऽपि नाशस्तस्य कर्मणः अनुभूतितः क्षिप्रं समस्तस्यैव शीघ्रमनुभूतेः। अत्रैव निदर्शनमाह- बहुकालाहारस्येव सेतिकापलभोगेन वर्षशताहारस्येव द्रुतं शीघ्रमग्निकरोगिणो भस्मकव्याधिमतो भोगः स हि तमेकदिवसेनैव भुङ्क्ते व्याधिसामर्थ्यात् न च तत्र किञ्चिन्नश्यति संपूर्णभोगात् एवमुपक्रम-कर्मभोगेऽपि योज्यमिति ॥ १९५ ॥ .. હવે ઉત્તરપક્ષ કહે છે ગાથાર્થ જેવી રીતે ઘણા કાળ ભોગવવા યોગ્ય આહારનો ભોગ ભસ્મક રોગીને જલદી થઈ જાય તેમ ઘણા કાળ ભોગવવા યોગ્ય પણ કર્મને જલદી ભોગવી લેવાથી કર્મનો નાશ થતો નથી.
ટીકાર્થ– દરરોજ સેતિકા કે પલ જેટલો આહાર ખાવાથી સો વર્ષે જેટલો આહાર ખવાય, તેટલો આહાર ભસ્મક રોગી જલદી ખાઈ જાય. તેટલો આહાર ભસ્મક રોગી રોગના બળથી એક જ દિવસમાં ખાઈ જાય. તેમાં આહારનો જરા પણ નાશ થતો નથી. કેમ કે સંપૂર્ણ આહાર ખાઈ જાય છે.
તેવી રીતે ઘણા કાળ ભોગવવા યોગ્ય સઘળા ય કર્મને ઉપક્રમના બળથી જલદી ભોગવી લે છે. તેથી ઘણા કાળ ભોગવવા યોગ્ય પણ કર્મને થોડા કાળમાં ભોગવી લેવા છતાં કૃતનાશ દોષ ન થાય. (૧૯૫)
एतदेवाहसव्वं च पएसतया, भुज्जइ कम्ममणुभावओ भइयं । तेणावस्साणुभवे, के कयनासादओ तस्स ॥ १९६ ॥ [सर्वं च प्रदेशतया भुज्यते कर्म अनुभावतो भाज्यम् । तेनावश्यानुभवे के कृतनाशादयः तस्यः ॥ १९६ ॥] सर्वं च प्रदेशतया कर्मप्रदेशविचटनक्षपणलक्षणया भुज्यते कर्म अनुभावतो भाज्यं विकल्पनीयं विपाकेन तु कदाचिद्भुज्यते कदाचिन्नेति क्षपकश्रेणिपरिणामादावन्यथापि भोगसिद्धेरन्यथा निर्मोक्षप्रसङ्गात् तेन कारणेन अवश्यानुभवे प्रदेशतया नियमवेदने के कृतनाशादयः नैव कृतनाशादय इति ॥ १९६ ॥
१. तस्य-हन्यमानस्य ।