________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯૧
भ्यागमकृतनाशप्रसङ्गात्, स्वयमेवात्मनैवैतदेवमिति तत् तस्मात्कथं वधो निमित्ताभावात् नास्त्येवेत्यभिप्रायः । कर्मोपक्रमाद्भविष्यतीत्येतदाशङ्कयाहउपक्रमादपि अपान्तराल एव तत्क्षयलक्षणान्न युक्त इति ॥ १९३ ॥ આનું જ (જીવનો વધ કરી શકાતો નથી એ વિષયનું જ) સમર્થન કરે છે—
ગાથાર્થ– પૂર્વકૃત કર્મના ક્ષય વિના જીવ મરતો નથી, અને કર્મનો ક્ષય થઇ જતાં કોઇ જીવતો રહેતો નથી. જીવ સ્વયં જ મરે છે. તેથી તેનો વધ કેવી રીતે કર્યો ગણાય ? ઉપક્રમથી પણ વધુ યુક્ત નથી.
ટીકાર્થ– પૂર્વકૃત કર્મના ક્ષય વિના જીવ મરતો નથી. જો જીવ સ્વકૃત કર્મનો ક્ષય થયા વિના મરે તો સ્વકૃત કર્મનું ફળ તેણે ભોગવ્યું નહિ. એથી સ્વકૃત કર્મફળના ભોગના અભાવનો પ્રસંગ આવ્યો.
કર્મનો ક્ષય થઇ જતાં કોઇ જીવતો રહેતો નથી. કર્મનો ક્ષય થઇ જવા છતાં જીવતો રહે તો એનો અર્થ એ થાય કે એણે જે કર્મ કર્યું નથી તે કર્મને ભોગવે છે. એમ બને તો અમૃત (=નહિ કરેલા) કર્મનું આગમન થાય. જો અકૃત કર્મનું આગમન થતું હોય તો કરેલા કર્મનો નાશ પણ થાય. આમ અકૃતાગમ અને કૃતનાશ એ બે દોષો થાય. માટે કર્મનો ક્ષય થઇ જતાં કોઇ જીવતો રહેતો નથી.
આ રીતે કર્મના ક્ષયથી જીવ સ્વયં મરી જતો હોવાથી તેના વધમાં કોઇ નિમિત્ત બનતો ન હોવાથી બીજો કોઇ જીવ તેનો વધ કરતો નથી.
પૂર્વપક્ષ— વધ કરનારે તે જીવના કર્મનો ઉપક્રમ કર્યો. એથી વચ્ચે જ તેના કર્મનો ક્ષય થઇ ગયો. (=કર્મનો ક્ષય દીર્ઘકાળ પછી થવાનો હતો, તેના બદલે વહેલો થઇ ગયો.) આથી અન્ય જીવ તેમાં નિમિત્ત બનવાથી વધ કરનાર થયો.
ઉત્તરપક્ષ– ઉપક્રમ યુક્ત નથી. (૧૯૩)
अत्रैवोपपत्तिमाह—
कम्मोवक्कामिज्जइ, अपत्तकालं पि जइ तओ पत्ता । अकयागमकयनासा, मुक्खाणासासया दोसा ॥ १९४ ॥ [कर्मोपक्राम्यते अप्राप्तकालमपि यदि ततः प्राप्तौ । अकृतागमकृतनाशौ मोक्षानाश्वासता दोषाः ॥ १९४ ॥]