________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯૨ कर्मोपक्राम्यते अर्धमार्ग एव क्षयमुपनीयतेऽप्राप्तकालमपि स्वविपाकापेक्षया यदि ततः प्राप्तावकृतागमकृतनाशौ अपान्तराल एव मरणादकृतागमः प्रभूतकालोपभोग्यस्यारत एव क्षयात्कृतनाशः मोक्षानाश्वासता अतः मोक्षेऽनाश्वासता अनाश्वासभावः मृत्युवत् अकृतस्यापि कर्मणो भावाशङ्कानिवृत्तेः कृतस्यापि च कर्मक्षयश्च (? कर्म क्षयस्य) नाशसंभवाद् एत एव दोषा રૂતિ પૂર્વપક્ષ: ૨૪ ||
ઉપક્રમ યુક્ત નથી એ વિષે જ હેતુ કહે છે
ગાથાર્થ– જો અપ્રાપ્તકાળે પણ કર્મનો ઉપક્રમ કરાય તો અકૃતાગમ, કૃતનાશ અને મોક્ષની અશ્રદ્ધા એ દોષો થાય.
ટીકાર્ય–અપ્રાપ્તકાળે પણ=પોતાના વિપાકનો સમય ન થયો હોવા છતાં. ઉપક્રમ કરાય=અર્ધામાર્ગે (=અધવચ્ચે) જ ક્ષય કરાય. અકૃતાગમ- વચ્ચે જ મરણ થવાથી અકૃતનું આગમન થયું. (વચ્ચે જ મરી જવાનું કર્મ તેણે કર્યું ન હતું છતાં વચ્ચે મરણ થયું એથી અકૃત-નહિ કરેલા કર્મનું આગમન થયું.)
કૃતનાશ=ઘણા કાળ ભોગવવા યોગ્ય કર્મનો જલદી જ ક્ષય થઈ જવાથી કૃતનાશ (=કરેલાનો ભોગવ્યા વિના નાશ) થયો.
મોક્ષની અશ્રદ્ધા- જેમ જલદી મૃત્યુ થવામાં નહિ કરેલા કર્મનું આગમન થાય છે તેમ મોક્ષમાં ગયા પછી પણ કર્મનું આગમન કેમ ન થાય ? આવી આશંકા દૂર ન થવાથી મોક્ષમાં શ્રદ્ધા ન રહે. કરેલા પણ કર્મક્ષયના નાશનો સંભવ હોવાથી મોક્ષમાં ગયા પછી પણ કર્મનું આગમન થવાની શંકા દૂર ન થાય.
ભાવાર્થ- સ્વવિપાકનો સમય થયા પહેલાં જ ઉપક્રમથી જલદી કર્મક્ષય કરવામાં અકૃતાગમ-કૃતનાશ અને મોક્ષની અશ્રદ્ધા એ દોષો થાય. આ પૂર્વપક્ષ છે. (૧૯૪)
अधुनोत्तरपक्षमाहन हि दीहकालियस्स विनासो तस्साणुभूइओ खिप्पं । बहुकालाहारस्स व, दुयमग्गियरोगिणो भोगो ॥ १९५ ॥ [न हि दीर्घकालिकस्यापि नाशः तस्यानुभूतित क्षिप्रम् । વહુક્કાનદારચેવ કુતમનિરાળો મો: ૨૨ ll]