________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૮૬
ઉત્તરપક્ષ પુરુષ ઉદાસીન અને એક સ્વભાવવાળો છે. તેથી પ્રેરણા ન કરી શકે. જો પુરુષ પ્રેરણા કરે તો ઉદાસીન અને એક સ્વભાવવાળો ન રહ્યો. અહીં ત્રીજો મુદ્દો એ કહ્યો છે કે– શરીરના અભાવમાં અમૂર્ત પુરુષ ભોગ કેવી રીતે કરે ? (સાંખ્ય મતે પુરુષ શરીરથી રહિત છે.)
આના જવાબમાં સાંખ્યો કહે છે કે પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવું એ ભોગ છે. આની સામે ટીકાકાર કહે છે કે પ્રતિબિંબ મૂર્તનું (=રૂપી પદાર્થનું) પડે, અમૂર્તનું નહિ. પુરુષ અમૂર્ત છે. આમ છતાં સાંખ્યો કહે કે અમૂર્તનું પણ પ્રતિબિંબ પડે તો ટીકાકાર કહે છે કે મુક્તજીવોનું પણ પ્રતિબિંબ પડે અને એથી મુક્તજીવોમાં પણ ભોગનો પ્રસંગ આવે.
આના બચાવમાં સાંખ્યો કહે છે કે નજીક પણ કોઇકનું જ પ્રતિબિંબ પડે, બધાનું ન પડે. કારણ કે બધી વસ્તુનો તેવો (=પ્રતિબિંબિત થવાનો) સ્વભાવ જ નથી. આના જવાબમાં ટીકાકાર કહે છે કે આમાં કોઇ વિશેષ હેતુ નથી, કોઇ વિશેષ હેતુ ન હોવાના કારણે કોઇક જ પ્રતિબિંબિત થાય એ વાત અસત્ય છે. (૧૮૭)
किं च
न य चेयणा वि अणुभवसिद्धा देहंमि पावई एवं । तीए विरहंमि दढं, सुहदुक्खाई न जुज्जंति ॥ १८८ ॥
[न च चेतनापि अनुभवसिद्धा देहे प्राप्नोति एवम् । तस्या अभावे दृढं सुखदुःखादयो न युज्यन्ते ॥ १८८ ॥ ]
'
न च चेतनापि अनुभवसिद्धा स्पृष्टोपलब्धिद्वारेण देहे प्राप्नोति एवमेकान्तभेदे सति न हि घटे काष्ठादिना स्पृष्टे चैतन्यं वेद्यते च देह इति, तस्याश्चेतनाया विरहे चाभावे च दृढमत्यर्थं सुखदुःखादयो न युज्यन्ते, न हि पाषाणप्रतिमायां सुखादयोऽचेतनत्वादिति ॥ १८८ ॥
વળી—
ગાથાર્થ શરીર અને આત્મામાં એકાંતે ભેદ હોય તો અનુભવસિદ્ધ ચેતના પણ દેહમાં પ્રાપ્ત ન થાય. શરીરમાં ચેતનાના અભાવમાં સુખદુઃખ વગેરે અત્યંત ન ઘટે.
ટીકાર્થ— શરીરની સાથે સ્પર્શાયેલી વસ્તુના જ્ઞાન દ્વારા શરીરમાં ચેતના છે એમ સર્વને અનુભવથી સિદ્ધ છે. જો શરીર અને આત્મા એકાંતે ભિન્ન