________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૮૪ तदभावे भोग्याभावे शरीराभावे वा भुङ्क्ते च कथं अमूर्त इति बुद्धिप्रतिबिम्बोदयरूपोऽपि भोगो न युज्यते, अमूर्तस्य प्रतिबिम्बाभावात् । भावेऽपि मुक्तादिभिरतिप्रसङ्गः । न च सन्निहितमपि किञ्चिदेव प्रतिबिम्ब्यते न सर्वं तत्स्वभावमिति विशेषहेत्वभावात् अलं प्रसङ्गेन ॥ १८७ ।।
પ્રકૃતિ કરે છે અને પુરુષ ઉપભોગ કરે છે એવી આશંકા કરીને કહે છે
ગાથાર્થ– (૧) અન્ય કરેલા (કર્મના) ફળના ઉપભોગમાં અતિપ્રસંગ થાય. (૨) અચેતન પ્રધાન (કર્મ) કેવી રીતે કરે. (૩) શરીરના અભાવમાં અચેતન ભોગ કેવી રીતે કરે ?
ટીકાર્થ– (૧) અન્ય=પ્રકૃતિ (પ્રધાન). પ્રકૃતિ આદિએ કરેલા ફળને પુરુષ ભોગવે તો અતિપ્રસંગ થાય.
આ ગાથાના ટીકાર્થને સમજતાં પહેલા પ્રકૃતિ અને પુરુષને સમજી લઇએ. જેથી આ ટીકાર્થ જલદી સમજાઈ જાય.
(૧) જેવી રીતે જૈન દર્શનમાં કર્મ અને આત્મા છે, તેવી રીતે સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષ છે. સાંખ્યમતનો સિદ્ધાંત છે કે જે કંઈ કરે છે તે બધું પ્રકૃતિ જ કરે છે. પુરુષ તો કમલપત્રની જેમ નિર્લેપ છે. (પ્રકૃતિ: ત્ર, પુરુષસ્તુ પુરપાશવત્ નિર્લેપ:) (૨) પુરુષ ભોગ કરે છે એ પણ ઉપચારથી, પરમાર્થથી પુરુષ ભોગ પણ કરતો નથી. (૩) તે જ રીતે પ્રકૃતિ જડ છે અને પુરુષ ચેતન છે. પુરુષમાં ચૈતન્ય છે, પણ જ્ઞાન પુરુષનો ગુણ નથી, બુદ્ધિનો ગુણ છે એમ સાંખ્યો માને છે. (૪) પ્રકૃતિ અને પુરુષનો સંયોગ એ સંસાર છે. પુરુષ પ્રકૃતિના સંયોગથી રહિત બની જાય એ મોક્ષ છે. (૫) સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. બુદ્ધિ, મન, અંતઃકરણ આ બધા પર્યાયવાચી શબ્દો છે. પ્રકૃતિ જડ (અચેતન) હોવાથી બુદ્ધિ પણ જડ છે. તો પછી પ્રશ્ન થાય કે બુદ્ધિમાં (=મનમાં) ચૈતન્ય કેવી રીતે આવ્યું? આના સમાધાનમાં સાંખ્યો કહે છે કે જેવી રીતે જપાકુસુમ વગેરે પદાર્થો પોતાના સ્વરૂપથી ચલાયમાન થયા વિના જ અન્ય વસ્તુને પોતાના જેવી બનાવે છે તેવી રીતે પુરુષ પોતાના સ્વરૂપથી ચલાયમાન થયા વિના બુદ્ધિને પોતાના જેવી ચૈતન્યવાળી બનાવે છે. (૬) બુદ્ધિ બે બાજુ પારદર્શી દર્પણ સમાન છે. એથી બુદ્ધિમાં એક તરફ શબ્દાદિ વિષયોનું પ્રતિબિંબ પડે છે, તો બીજી બાજુ પુરુષનું પ્રતિબિંબ પડે છે. આમ પુરુષનું