________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૮૩ કર્મબંધનું ફળ આત્મા સુખ-દુઃખ દ્વારા અનુભવી શકે નહિ. બીજાએ ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મને કોઈ ભોગવી શકે નહિ. શું પોતાની મેળે જ પર્વતના શિખર ઉપરથી પડેલા પથ્થરથી જીવઘાત થયે છતે દેવદત્તને બંધ થાય ? નહિ જ. (બીજાએ ઉપાર્જન કરેલા કર્મને ભોગવવામાં કૃતનાશ અને અકૃત આગમનો દોષ લાગે. કૃતનાદ એટલે કરેલાં કર્મોનો ભોગવ્યા વિના જ નાશ. અકૃત આગમ એટલે નહીં કરેલાં કર્મોનું આગમન, અર્થાત્ નહિ કરેલાં કર્મો ભોગવવા પડે તે અકૃત આગમ. જેમ કે ચંદ્રકાંતે અમુક કર્મો કર્યા=બાંધ્યાં. હવે એ કર્મોને જો સૂર્યકાંત ભોગવે તો ચંદ્રકાંતને તો ભોગવ્યા વિના જ એ કર્મનો નાશ થયો. કારણ કે ચંદ્રકાંતે એ કર્મોને ભોગવ્યા નથી. આથી કૃતનાશ દોષ થયો. હવે સૂર્યકાંતે એ કર્મો કર્યા નથી છતાં ભોગવ્યા, એથી અકૃત આગમ દોષ થયો.)
પૂર્વપક્ષ– બંધનું કરણઃસાધન જે શરીર, તે શરીરનો જીવ કર્તા હોવાથી શરીરે શુભાશુભ આચરણથી કરેલો કર્મબંધ શરીરથી ભિન્ન પણ જીવને થાય.
ઉત્તરપક્ષ- શરીરથી એકાંત ભિન્ન આત્મા નિષ્ક્રિય હોવાથી શરીરાદિનો કર્તા ન થાય. જો શરીરથી એકાંતે ભિન્ન પણ આત્મા શરીરાદિનો કર્તા હોય તો મુક્ત આદિ જીવોમાં પણ કર્મકર્તુત્વાદિની પ્રાપ્તિ થવારૂપ અતિપ્રસંગ થાય. (૧૮૬) स्यादेतत्प्रकृतिः करोति पुरुष उपभुङ्क्त इत्येतदाशङ्क्याहअन्नकयफलुवभोगे, अइप्पसंगो अचेयणं कह य । कुणइ तकं तदभावे, भुंजइ य कहं अमुत्तो त्ति ॥ १८७ ॥ [अन्यकृतफलोपभोगेऽतिप्रसङ्गः अचेतनं कथं च । करोति तकं तदभावे भुङ्क्ते च कथं अमूर्त इति ॥ १८७ ॥]
अन्यकृतफलोपभोगे प्रकृत्यादिनिवर्तितफलानुभवेऽभ्युपगभ्यमानेऽतिप्रसङ्गः भेदाविशेषेऽन्यकृतस्यान्यानुभवप्रसङ्गात् वास्तवसंबन्धाभावात् अचेतनं च कथं करोति तत्प्रधानं किञ्चिदध्यवसायशून्यत्वात् घटवत्, न हि घटस्यापराप्रेरितस्य क्वचित्करणमुपलब्धं, न च प्रेरकः पुरुषः उदासीनत्वादेकस्वभावत्वाच्च