________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ : ૧૮૧ આ જ વિષયને વિચારે છે– ગાથાર્થ– જેમ કે સુવર્ણરૂપે રહેલા સુવર્ણના કટક વગેરે અનેક પ્રકારના અન્વય-વ્યતિરેકવાળા પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ટીકાર્થ–સુવર્ણરૂપે રહેલા=સર્વપર્યાયોમાં જનારી સુવર્ણસત્તારૂપે રહેલા. કટક વગેરે=હાથમાં પહેરવાના કડાં, બાહુમાં પહેરવાના બાજુબંધ અને કાનના આભૂષણો વગેરે. ઉત્પન્ન થાય છે=પ્રગટ થાય છે. નાશ પામે છે અદશ્ય થાય છે.
ભાવાર્થ- સુવર્ણમાંથી કડાં, કુંડલ વગેરે આભૂષણો બનાવવામાં આવે છે ત્યારે મૂળ વસ્તુ જે સુવર્ણ તે રૂપાંતરને પામે છે અન્ય પર્યાયને પામે છે. આમાં સોનું દ્રવ્યરૂપે કાયમ રહીને રૂપાંતરને પામે છે. અહીં મૂળવતુ તેવીને તેવી જ રહેતી નથી રૂપાંતરને પામે છે, અને સર્વથા નાશ પણ પામતી નથી.
આ પ્રમાણે અન્વય-વ્યતિરેકવાળા અનેક પ્રકારના પર્યાયો બધાને સ્વાનુભવથી સિદ્ધ છે.
[અન્વય-વ્યતિરેકવાળા=અન્વય એટલે વૃત્તિકસ્થિતિ. વ્યતિરેક એટલે અભાવ. જેમ કે સુવર્ણના હારને ભાંગીને કુંડલ બનાવવામાં કુંડલ અન્વયરૂપ પર્યાય છે. હાર વ્યતિરેક (=અભાવરૂપ) પર્યાય છે.] (૧૮૪)
एवं च जीवदव्वस्स दव्वपज्जवविसेसभइयस्स । निच्चत्तमणिच्चत्तं, च होइ णाओवलभंतं ॥ १८५ ॥ [एवं च जीवद्रव्यस्य द्रव्यपर्यायविशेषभक्तस्य । नित्यत्वमनित्यत्वं च भवति न्यायोपलभ्यमानम् ॥ १८५ ॥]
एवं च जीवद्रव्यस्य किंविशिष्टस्य द्रव्यपर्यायविशेषभक्तस्यानुभवसिद्ध्या उभयरूपतया विकल्पितस्य नित्यत्वमनित्यत्वं च भवति न्यायोपलभ्यमानं । पृथग्विभक्तिकरणं द्वयोरपि निमित्तभेदख्यापनार्थं । न्यायः पुनरिह नारकाद्यवस्थासु मिथो भिन्नास्वपि जीवान्वय उपलभ्यते तस्मिंश्च नारकादिभेद इति ॥ १८५ ॥
ગાથાર્થ– આ પ્રમાણે દ્રવ્ય-પર્યાયરૂપ વિશેષોથી વિભક્ત જીવદ્રવ્યનું નિત્યત્વ અને અનિયત્વ નીતિથી ઉપલબ્ધ થાય છે.