________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૭૯
આત્માના જ તેવા પ્રકારના પરિણામથી રહિત હોવાથી એકાંતે અકારણ=કારણ રહિત છે. આથી અનિત્ય આત્માનો સંસાર ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય. (૧૮૨)
एत्तो च्चिय ववहारो, गमणागमणाइ लोगसंसिद्धो । न घडड़ जं परिणामी, तम्हा सो होइ नायव्व ॥ १८३ ॥ [ अत एव व्यवहारो गमानागमनादिर्लोकसंसिद्धः ।
न घटते यत् परिणामी तस्मात् असौ भवति ज्ञातव्यः ॥ १८३॥] अत एवानन्तरोदितादेकान्तनित्यत्वादेर्हेतोर्व्यवहारो गमनागमनादिर्न घटते एकत्रैकस्वभावस्याध्यासितदेशव्यतिरेकेण देशान्तराध्यासायोगात् अन्यत्र च तस्यैवाभावेनापरानुत्पत्तेरिति । आदिशब्दात्स्थानशयनासनभोजनादिपरिग्रहः यद् यस्मादेवं तस्मात्परिणाम्यसावात्मा भवति ज्ञातव्यः, परिणामलक्षणं चेदं - परिणामो ह्यर्थान्तरगमनं न तु सर्वथा व्यवस्थानं ।
',
ન ૨ સર્વથા વિનાશઃ પરિણામસ્તવિામિષ્ટઃ || o || તિ ॥ ૧૮૨ ॥ ગાથાર્થ આથી જ લોકમાં સિદ્ધ એવો ગમનાગમનાદિ વ્યવહાર ઘટતો નથી. તેથી આત્મા પરિણામી જાણવો.
ટીકાર્થ— આથી જ=હમણાં જ કહેલ એકાંત નિત્યત્વ આદિ કારણથી. ગમનાગમનાદિ વ્યવહાર ઘટતો નથી– એક સ્વભાવવાળા આત્માનો સંબંધવાળા સ્થાન સિવાય (=પોતે જે સ્થાનમાં રહેલો છે તે સ્થાન સિવાય) અન્ય સ્થાનનો સંબંધ ન થાય. (જો અન્ય સ્થાનનો સંબંધ થાય તો આત્મા એક સ્વભાવવાળો ન રહે. પહેલા અમુક સ્થાનની સાથે સંબંધ હતો, હવે બીજા સ્થાનની સાથે સંબંધ થયો. આથી સ્વભાવ બદલાઇ ગયો.)
એકાંતે અનિત્યપક્ષમાં આત્માનો જ અભાવ થાય છે. ગમન આદિ કોઇ એક ક્રિયા કર્યા પછી આત્મા નાશ પામે છે તેથી બીજી ક્રિયા કરી શકતો નથી. દા.ત. ગમન કર્યું અને નાશ પામ્યો. તેથી આગમન ન થયું. ઊભો થયો અને નાશ પામ્યો, આથી બેસવાની ક્રિયા ન કરી શક્યો.
અહીં સંક્ષેપમાં સાર એ છે કે એકાંતે નિત્ય કે અનિત્ય આત્મા એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકતો અને આવી શકતો પણ નથી.
ગમનાગમનાદિ એ સ્થળે રહેલા ‘આદિ’ શબ્દથી ઊભા રહેવું, સૂવું, બેસવું, ભોજન કરવું વગેરે વ્યવહાર સમજવો.