________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૭૭
(=ઉત્પત્તિ-વિનાશશીલ) હોય છે. જેમ કે સુવર્ણ. સુવર્ણ કુંડલ-હાર આદિ વિવિધ પર્યાયોને પામવા છતાં પોતાના સુવર્ણરૂપ મૂળ સ્વરૂપનો ત્યાગ કરતું નથી. તેથી સુવર્ણ દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે.
પ્રસ્તુતમાં જીવ જુદા જુદા પર્યાયોને પામે છે તેથી અનિત્ય છે, જુદાજુદા પર્યાયોને પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતો નથી માટે નિત્ય છે. જેમ કે એક જ જીવ દેવત્વ-મનુષ્યત્વ આદિ પર્યાયોને પામે છે, પણ તે બધા પર્યાયોમાં પોતાનું મૂળ જીવત્વ સ્વરૂપ કાયમ રહે છે.)
તથા જીવ શરીરથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. કારણ કે તે રીતે ઉપલબ્ધિ થાય છે. (ઉપલબ્ધિ એટલે અનુભવજ્ઞાન. આત્મા શ૨ી૨થી ભિન્ન છે એવો અનુભવ થતો હોવાથી “આ મારું શરીર છે” એમ બોલવામાં આવે છે. આત્મા શરીરથી કથંચિત્ અભિન્ન છે એવો અનુભવ થાય છે માટે જ “હું નિરોગી છું” વગેરે બોલવામાં આવે છે.) જો આત્માને શરીરથી ભિન્નાભિન્ન ન માનવામાં આવે તો દૃષ્ટ-ઇષ્ટનો વિરોધ થાય.
(દષ્ટ એટલે સર્વલોકમાં પ્રસિદ્ધ. ઇષ્ટ એટલે શાસ્ત્રથી સિદ્ધ. આત્મા શરીરથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે એમ લોકમાં પૂર્વે કહ્યું તેમ પ્રસિદ્ધ છે અને શાસ્ત્રથી પણ સિદ્ધ છે. એથી આત્માને શરીરથી ભિન્નાભિન્ન ન માનવામાં દૃષ્ટનો અને ઇષ્ટનો વિરોધ થાય છે.)
આ રીતે જીવવધનો સંભવ હોવાથી વવિરતિ વિષયરહિત નથી.
(૧૮૦)
नित्यानित्यत्वव्यवस्थापनायाह
निच्चाणिच्चो संसारलोगववहारओ मुणेयव्वो । न य एगसहावंमी, संसाराई घडंति त्ति ॥ १८९ ॥
[નિત્યાનિત્ય: સંસારનોવ્યવહારત: મુખિતવ્ય: ।
न चैकस्वभावे संसारादयो घटन्त इति ॥ १८१ ॥ ] नित्यानित्यो जीव इति गम्यते कुतः संसाराल्लोकव्यवहारतो मुणितव्यः त एव सत्त्वा नरकं व्रजन्तीत्यादि संसारात् गत आगत इति लोकव्यवहाराच्च ૧. આના વિશેષ બોધ માટે હારિભદ્રીય અષ્ટક, ધર્મબિંદુ વગેરે ગ્રંથોનો ગુજરાતી ભાવાનુવાદ જોવો.