________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૭૬ एवं च न पुण्यपापे भोक्तुरभावात् वधविरतिः किंनिमित्ता भवतां વિરતિવાદ્રિનામિતિ | ષ પૂર્વપક્ષઃ | ૨૭૨ ||
બીજા વિકલ્પને આશ્રયીને કહે છે
ગાથાર્થ– હવે જો જીવ દેહથી અભિન્ન હોય તો શરીરની જેમ સર્વથા નાશ પામે. એ પ્રમાણે પુણ્ય-પાપ ન રહે. તમારી વધવિરતિ કયા નિમિત્તથી થાય ?
ટીકાર્થ– જીવ શરીરથી અભિન્ન છે એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– જીવ શરીરથી અભિન્ન હોવાથી શરીરની જેમ સર્વથા વિનાશ પામે. શરીર નાશ પામે જ છે, પરલોકમાં જતુ નથી. આત્માનો નાશ થતાં પુણ્યપાપ ન રહે. કેમ કે પુણ્ય-પાપને ભોગવનાર કોઈ નથી. તથા વિરતિવાદી એવા તમારી વધવિરતિ કયા નિમિત્તથી થાય ? અર્થાત્ આત્મા જ નથી તેથી વધવિરતિનું કોઈ નિમિત્ત જ નથી. આ પૂર્વપક્ષ છે. (૧૭૯)
अत्रोत्तरमाहनिच्चाणिच्चो जीवो, भिन्नाभिन्नो य तह सरीराओ । तस्स वहसंभवाओ, तव्विई कहमविसया उ ॥ १८० ॥ [नित्यानित्यो जीवो भिन्नाभिन्नश्च तथा शरीरात् । તએ વધસંમવાન્ તદિરત: વિષયા તુ | ૨૮૦ //]
एकान्तनित्यत्वादिभेदप्रतिषेधेन नित्यानित्यो जीवो द्रव्यपर्यायरूपत्वात् भिन्नाभिन्नश्च तथा शरीरात् तथोपलब्धेः अन्यथा दृष्टेष्टविरोधात् तस्य वधसंभवाद्धेतोस्तद्विरतिर्वधविरतिः कथमविषया नैवेत्यर्थः ॥ १८० ॥
અહીં ઉત્તર કહે છેગાથાર્થ જીવ નિત્યાનિત્ય છે, અને શરીરથી ભિન્નભિન્ન છે. જીવના વધનો સંભવ હોવાથી વધવિરતિ નિર્વિષય કેવી રીતે છે ? અર્થાત્ નિર્વિષય નથી.
ટીકાર્થ– જીવ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. આથી જીવ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે.
(દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ (૨) પર્યાયાંશ. તેમાં દ્રવ્ય અંશ સ્થિર=નિત્ય હોય છે, અને પર્યાય અંશ અસ્થિર=અનિત્ય