________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૮૭ હોય તો આ રીતે શરીરમાં અનુભવથી સિદ્ધ ચેતના પ્રાપ્ત ન થાય. કાષ્ઠ આદિથી સ્પર્શાવેલા ઘટમાં ચૈતન્ય પ્રાપ્ત થતું નથી, પણ દેહમાં ચૈતન્યનો અનુભવ થાય છે. જો શરીરથી આત્મા એકાંતે ભિન્ન હોય તો કાઇથી સ્પર્શાવેલા ઘટની જેમ કોઈ વસ્તુથી સ્પર્શાયેલ દેહમાં ચૈતન્યનો અનુભવ ન થાય. શરીરમાં ચેતના ન હોય તો સુખ-દુઃખ વગેરે અત્યંત ન ઘટી શકે. પાષાણ પ્રતિમામાં સુખ-દુઃખ વગેરે નથી. કેમ કે પાષાણ અચેતન છે. (૧૮૮)
यदि न युज्यन्ते नाम का हानिरित्येतदाशङ्क्याहसगचंदणविससत्थाइजोगओ तस्स अह य दीसंति । तब्भावंमि वि तब्भिन्नवत्थुपगए ण एवं तु ॥ १८९ ॥ [स्रक्चन्दनविषशस्त्रादियोगतः तस्य अथ च दृश्यन्ते । તતાવેડા તદ્ધિવસ્તુને ન પર્વ તુ | ૨૮૨ ll]
स्रक्चन्दनविषशस्त्रादियोगतस्तस्य शरीरस्याथ च दृश्यन्ते स्वकीयेऽनुभवेन अन्यदीये रोमाञ्चादिलिङ्गत इति । विपक्षे बाधामाहतद्भावेऽपि स्रगादिभावेऽपि तद्भिन्नवस्तुप्रगते आत्मभिन्नघटदिवस्तुसङ्गते न एवं सुखादयो दृश्यन्ते । न हि घटे स्रगादिभिश्चचितेऽपि देवदत्तस्य सुखादय રૂતિ | ૨૮૨ ||
શરીરમાં સુખ-દુઃખ વગેરે ભલે ન ઘટે. એમાં શી હાનિ છે એવી આશંકા કરીને કહે છે
ગાથાર્થ–માળા-ચંદન-વિષ-શસ્ત્ર આદિનો શરીરની સાથે સંબંધ થવાથી શરીરમાં સુખ-દુઃખ વગેરે દેખાય છે. માળાદિ વસ્તુઓનો આત્માથી ભિન્ન વસ્તુની સાથે સંબંધ થયે છતે સુખ-દુઃખ વગેરે દેખાતા નથી.
ટીકાર્થ– માળા આદિનો શરીરની સાથે સંબંધ થવાથી પોતાના શરીરમાં સ્વસંવેદનથી અને પરના શરીરમાં રોમાંચ વગેરે ચિહ્નથી સુખદુઃખાદિ દેખાય છે.
વિરુદ્ધ પક્ષમાં બાધાને કહે છે– માળાદિ વસ્તુઓનો આત્માથી ભિન્ન ઘટ વગેરે વસ્તુની સાથે સંબંધ થયે છતે સુખ-દુઃખ વગેરે દેખાતા નથી. ઘટ વગેરેની માળા વગેરેથી પૂજા કરવા છતાં દેવદત્તને સુખાદિનો અનુભવ થતો નથી. કેમ કે ઘટ અને દેવદત્ત એકાંતે ભિન્ન છે.) (૧૮૯)