________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭૨ અન્ય વિચારે એથી અન્યના અપકારમાં પ્રવૃત્તિ કરે. આમ વિચારણામાં દોષની સંભાવના હોવાથી વિચારણા કરવી પણ યુક્ત જ નથી. (૧૭૩)
उपसंहरन्नाहइय अणुभवलोगागमविरुद्धमेयं न नायसमयाणं । मइविब्भमस्स हेऊ, वयणं भावत्थनिस्सारं ॥ १७४ ॥ [इति अनुभवलोकागमविरुद्धमेतत् न ज्ञातसमयानाम् । मतिविभ्रमस्य हेतुः वचनं भावार्थनिस्सारम् ॥ १७४ ॥] इति एवं अनुभवलोकागमविरुद्धमेतत् । निवृत्तौ परिणामशुद्ध्यनुभवादनुभवविरुद्धं समुद्रादिप्रतरणादिप्रवृत्तेर्लोकविरुद्धं यस्य कस्यचिद्विधानादागमविरुद्धं एतत्पूर्वपक्षवादिवचनमिति योगः । न ज्ञातसमयानां नावगतसिद्धान्तानां मतिविभ्रमस्य हेतुः कथमेतच्छोभनं मतिविप्लवस्य कारणं । किं विशिष्टं वचनं भावार्थनिस्सारं अभिप्रेतगर्भार्थशून्यमिति ॥ १७४ ॥ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેગાથાર્થ– આ પ્રમાણે અનુભવ-લોક-આગમથી વિરુદ્ધ અને અભિપ્રેત ભાવાર્થથી શૂન્ય આ વચન સિદ્ધાંતને જાણનારાઓના મતિવિભ્રમનું કારણ બનતું નથી.
ટીકાર્થ- અનુભવ-લોક-આગમથી વિરુદ્ધ- વધવિરતિ કરવામાં પરિણામની શુદ્ધિનો વધવિરતિ કરનારાઓને અનુભવ થાય છે. માટે આ વચન અનુભવથી વિરુદ્ધ છે. મરણ આદિની સંભાવના હોવા છતાં લોકો સાહસ કરીને સમુદ્રનું તરણ વગેરે પ્રવૃત્તિ કરે છે. આથી આ વચન લોકવિરુદ્ધ છે. આ વચન જે કોઈનું વિધાન હોવાથી, અર્થાત્ આગમના જ્ઞાનથી રહિતનું હોવાથી, આગમ વિરુદ્ધ છે.
આ વચન=પૂર્વપક્ષવાદીનું વચન.
મતિ વિભ્રમનું કારણ બનતું નથી– આ વચન સારું છે એમ મતિઘાતનું કારણ બનતુ નથી, અર્થાત્ આગમના જ્ઞાતાઓને આ વચન સારું જણાતું નથી. (૧૭૪)
यस्मादेवंतम्हा विसुद्धचित्ता, जिणवयणविहीइ दोवि सद्धाला । वहविड्समुज्जुत्ता, पावं छिंदंति धिइबलिणो ॥ १७५ ॥