________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭૧ स्वयमपि चापरिभोगोऽन्नादेरत एवागन्तुकदोषसंभवादेव । एवं गमनाद्यपि गमनमागमनमवस्थानं सर्वं न युज्यते एव दोषाशङ्कानिवृत्तेः गच्छतोऽपि कण्टकवेधादिसंभवादागच्छतोऽपि अवस्थानेऽपि गृहपातादिसंभवदर्शनादिति ॥ १७२ ॥ તથા–
ગાથાર્થ– આગંતુક દોષના સંભવથી જ સ્વયં પણ અન્નાદિનો પરિભોગ ન કરવો જોઈએ. એ પ્રમાણે ગમન વગેરે સઘળું ય યોગ્ય ન જ થાય. કારણ કે દોષશંકાની નિવૃત્તિ થતી નથી.
ટીકાર્થ– જવામાં અને આવવામાં પણ પગમાં કાંટો વીંધાય વગેરે દોષનો અને એક સ્થળે રહેવામાં પણ ગૃહપતન વગેરે દોષનો સંભવ જોવામાં આવે છે. (૧૭૨)
अणिवित्ती वि हु एवं, कह कायव्व त्ति भणियदोसाओ । आलोयणं पि अवराहसंभवाओ ण जुत्तं ति ॥ १७३ ॥ [अनिवृत्तिरपि खलु एवं कथं कर्तव्येति भणितदोषात् । आलोचनमपि अपराधसंभवात् न युक्तमिति ॥ १७३ ॥]
अनिवृत्तिरप्येवं कथं कर्तव्येति भणितदोषादनिवृत्तित एव राजमयूरादिव्यापादनेन दोषसंभवात् । आलोचनमपि प्रागुपदिष्टं (१६७)
आत्यन्तिककार्यविघ्नत्वात् किमप्येते आलोचयन्तीति चान्यापकारप्रवृत्तेरपराधसंभवान युक्तमेवेति ॥ १७३ ॥
ગાથાર્થ-આ પ્રમાણે કહેલા દોષના કારણે અનિવૃત્તિ પણ કેવી રીતે કરવી? અપરાધનો સંભવ હોવાથી વિચારણા પણ યુક્ત નથી. ટીકાર્થ– વાદીએ વધની વિરતિ કરવાથી થતા દોષો કહ્યાં. એ દોષો ન થાય એ માટે કોઈ વધની વિરતિ ન કરે તો, વધની વિરતિ ન કરવાથી જ રાજાના અને મોર વગેરેના વધથી દોષનો સંભવ છે. આથી વધની અવિરતિ પણ કેવી રીતે કરવી ? વધની વિરતિ ન કરી હોય એથી સંભવ છે કે રાજાનો વધ થઈ જાય કે મોર વગેરેનો વધ થઈ જાય (અથવા રાજાના મોરનો વધ થઈ જાય). આમ વધની અવિરતિમાં પણ દોષનો સંભવ છે. પૂર્વે ૧૬૭મી ગાથામાં કહેલી વિચારણા પણ કાર્ય કરવામાં બહુ વિઘ્નરૂપ છે તથા વિચારણા થતી હોય ત્યારે આ લોકો કંઈક (ખોટું) વિચારે છે એમ