________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫૧ ટીકાર્થ જો કર્મબંધનું કારણ અજ્ઞાન છે તો અજ્ઞાનની નિવૃત્તિ થવાથી જ કર્મબંધની નિવૃત્તિ થઇ જાય. કેમ કે કારણનો અભાવ થવાથી કાર્યનો અભાવ થઈ જાય એવો નિયમ છે. તેથી જીવવધ કરવાનું કોઈ પ્રયોજન નથી. કારણ કે જીવવધ ક્રિયા કર્મબંધની પ્રતિપક્ષ નથી. જો જીવવધ ક્રિયા કર્મબંધની પ્રતિપક્ષ (=વિરોધી) હોય તો તેનાથી કર્મક્ષય થાય. પણ જીવવધક્રિયા કર્મબંધની પ્રતિપક્ષ નથી. હવે જો તમે કહો કે વધક્રિયાથી કર્મક્ષય થાય છે. તેથી વધક્રિયાનો વિપર્યય જે અવધક્રિયા (=જીવોનો વધ ન કરવો) તે કર્મનું ( કર્મબંધનું) કારણ છે. (૧૪૧)
एतदाशङ्कयाहमुत्ताण कम्मबंधो, पावइ एवं निरत्थगा मुत्ती । अह तस्स पुन्नबंधो, तओ वि नो अंतरायाओ ॥ १४२ ॥ [मुक्तानां कर्मबन्धः प्राप्नोति एवं निरर्थका मुक्तिः । अथ तस्य पुण्यबन्धः तकोऽपि नान्तरायात् ॥ १४२ ॥] मुक्तानां कर्मबन्धः प्राप्नोति तस्यावधक्रियानिमित्तत्वात् मुक्तानां चावधक्रियोपेतत्वात्, एवं निरर्थका मुक्तिर्बन्धोपद्रुतत्वात् । अथैवं मन्यसे तस्य दुःखितसत्त्वव्यापादकस्य पुण्यबन्धो गुणो न तु कर्मक्षय इत्येतदाशङ्कयाह-तकोऽपि न असावपि गुणो नान्तरायात्कारणादिति ॥ १४२ ।।
આની આશંકા કરીને કહે છેગાથાર્થ– મુક્ત જીવોને કર્મબંધ પ્રાપ્ત થાય. એ પ્રમાણે મુક્તિ નિરર્થક બને. હવે જો તું એમ માને કે દુ:ખી જીવોને મારનારને પુણ્યબંધ થાય, તો તે પણ ગુણ નથી. કેમ કે તેમને પુણ્યબંધનો અંતરાય થાય.
ટીકાર્થ– જો અવધક્રિયા કર્મનું કારણ હોય તો મુક્ત જીવોને કર્મબંધનો પ્રસંગ આવે. કારણ કે કર્મબંધનું કારણ અવધક્રિયા છે. મુક્તજીવો અવધક્રિયાથી યુક્ત છે. આ પ્રમાણે મુક્તિ કર્મબંધના ઉપદ્રવવાળી હોવાથી નિરર્થક બને. હવે જો તમે એમ માનો કે દુઃખી જીવોનો વધ કરનારને કર્મક્ષય નહિ, કિંતુ પુણ્યબંધ થાય, તો તે પુણ્યબંધ પણ ગુણરૂપ નથી. કેમ કે તેમને પુણ્યબંધનો અંતરાય થાય. (૧૪૨)
एतदेव भावयतिवहमाणो ते नियमा, करे वहपुन्नमंतरायं से । ता कह णु तस्स पुनं, तेसिं खवणं व हेऊओ ॥ १४३ ॥